ETV Bharat / state

જામવાળા ગીરના અકસ્‍માતના ગુનામાં આરએફઓએ ખામીયુકત તપાસ કરી હોવાનું ટાંકી કોર્ટે ખાતાકીય પગલા ભરવા હુકમ કર્યો - rfo

ગીર જંગલની જામવાળા રેન્જ વિસ્‍તારમાં એક અકસ્‍માતમાં દિપડાનું મૃત્‍યુ થયું હતુ. જે ફરિયાદની તપાસ જામવાળા ગીરના આર.એફ.ઓ.એ ખામીયુકત અને ભેદભાવ ભરી તપાસ કરી હોવાનું કોર્ટે સંજ્ઞાન લઇ તેમના વિરૂદ્ધ ખાતાકીય પગલા ભરવા ડીસીએફ - ગીર પશ્ચિમી વિભાગને હુકમ કરી 30 દિવસમાં કોર્ટને જાણ કરવા જણાવ્યું છે.

જામવાળા ગીરના અકસ્‍માતના ગુનામાં આરએફઓએ ખામીયુકત તપાસ કરી હોવાનું ટાંકી કોર્ટે ખાતાકીય પગલા ભરવા હુકમ કર્યો

author img

By

Published : May 2, 2021, 10:25 AM IST

  • દિપડાના મોતમાં ભેદભાવ અને ખામીયુકત તપાસ કરતા આરોપી નિર્દોષ છુટી જતા કોર્ટના આકરા વલણથી વનવિભાગમાં ખળભળાટ
  • ગીર પશ્ચિમી વિભાગને હુકમ કરી 30 દિવસમાં કોર્ટને જાણ કરવા જણાવ્યું છે
  • હુકમને પગલે વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે

ગીર-સોમનાથઃ ગીર જંગલની જામવાળા રેન્જ વિસ્‍તારમાં એક અકસ્‍માતમાં દિપડાનું મૃત્‍યુ થયું હતુ. જે ફરિયાદની તપાસ જામવાળા ગીરના આર.એફ.ઓ.એ ખામીયુકત અને ભેદભાવ ભરી તપાસ કરી હોવાનું કોર્ટે સંજ્ઞાન લઇ તેમના વિરૂદ્ધ ખાતાકીય પગલા ભરવા ડીસીએફ - ગીર પશ્ચિમી વિભાગને હુકમ કરી 30 દિવસમાં કોર્ટને જાણ કરવા જણાવ્યું છે. જયારે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ હુકમને પગલે વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચોઃ સાસણ ગીર વન વિભાગે દીપડાને રેડિયો કોલર પહેરાવવાની પ્રક્રિયા હાથ ધરી

કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ ચુકાદો આવે ત્‍યાં સુધી આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં હતો

આ અંગે પ્રાપ્‍ત વિગતોનુસાર, ત્રણ મહિના પહેલા 5-2-2021ના રોજ આરોપી કુશ શૈલેષભાઈ સુરેજા પોતાની મોટરકાર G-03-E-9643 જઇ રહ્યા હતા. ત્‍યારે રસ્‍તામાં વનવિભાગની ચેકપોસ્ટ તથા મેઈન રોડના સાઈન બોર્ડની સુચના નજર અંદાજ કરી પુરઝડપે પોતાની ઈનોવા મોટરકારમાં જઇ રહ્યા હતા. રસ્‍તામાં દિપડાને ટક્કર મારી મોત નીપજાવ્યું હતુ. જે અકસ્‍માત અંગે જામવાળા ગીરના આર.એફ.ઓ. નરેશભાઈ મંગળદાસ પટેલે ફરિયાદ નોંધાવી આરોપી કુશને અટક કરી હતી. ત્‍યારબાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ ચુકાદો આવે ત્‍યાં સુધી આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં હતો.

જામવાળા ગીરના અકસ્‍માતના ગુનામાં આરએફઓએ ખામીયુકત તપાસ કરી હોવાનું ટાંકી કોર્ટે ખાતાકીય પગલા ભરવા હુકમ કર્યો
જામવાળા ગીરના અકસ્‍માતના ગુનામાં આરએફઓએ ખામીયુકત તપાસ કરી હોવાનું ટાંકી કોર્ટે ખાતાકીય પગલા ભરવા હુકમ કર્યો

કોર્ટમાં સરકારી અને આરોપી બન્ને પક્ષો વચ્‍ચે દલીલો થઇ હતી

આ કેસ ગીરગઢડા જયુડી. મેજી.કોર્ટમાં ચાલી રહ્યો હતો. કોર્ટમાં સરકારી અને આરોપી બન્ને પક્ષો વચ્‍ચે દલીલો થઇ હતી. જેમાં ફરિયાદ પક્ષ પુરતા પુરાવાના અભાવે હકીકત સાબિત કરવામાં નિષ્‍ફળ ગયા હોવાનું ટાંકી કોર્ટના જજ એસ. પી.દવેએ આરોપી કુશ શૈલેષભાઈ સુરેજાને કિમીનલ પ્રોસીજર કોડ કલમ 248(1) અન્યવે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ કલમ 2(16) કે તથા કલમ 9 મુજબના ગુનામાં નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. મોટરકાર ઈનોવા પણ પાછી આપવા હુકમ કર્યો છે.

આ પણ વાંચોઃ ઓડદર ગૌશાળામાં પશુધનના ટપોટપ મૃત્યુ થતા કડક કાર્યવાહી કરવા માંગ

આરએફઓ નરેશભાઈ પટેલ સામે 30દિવસમાં ગીરગઢડા કોર્ટને લેખિતમાં જાણ કરવા આદેશ કર્યો હતો

વઘુમાં જણાવ્યું હતું કે, આ ગુનાની તપાસ કરનાર જામવાળા (ગીર)ના આરએફઓ નરેશભાઈ મંગળદાસ પટેલ ખામીયુક્ત અને ભેદભાવ ભરી તપાસ માટે જવાબદાર હોવાનું જણાવવામાં આવ્યું છે. જેથી ફોરેસ્‍ટ કર્મચારી વિરૂદ્ધ નામદાર સર્વોચ્‍ચ અદાલત દ્વારા નિર્ણીત ચુકાદા અનુસાર કાયદેસરના ખાતાકીય પગલા ભરવા ડી.સી.એફ - ગીર પશ્ચિમ વિભાગને હુકમ કર્યો છે. વધુમાં આરએફઓ નરેશભાઈ પટેલ સામે 30 દિવસમાં પગલા ભરી ગીરગઢડા કોર્ટને લેખિતમાં જાણ કરવા આદેશ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.