ETV Bharat / state

ગીર સોમનાથ કોરોના ફેસિલિટી સેન્ટરની ETV BHARATએ કરી સરપ્રાઈઝ વિઝિટ, સામે આવી ચોંકાવનારી વિગતો - આપત્તિ વ્યવસ્થાપન

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનામાં 8 કોરોના દર્દીના મોત થયા હતા. આ ઘટનાને પગલે ગીર સોમનાથ કોરોના ફેસિલિટી સેન્ટરની ETV BHARATની ટીમે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. આ મુલાકાત દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

safety check in corona feasibility center

author img

By

Published : Aug 7, 2020, 9:48 PM IST

ગીર સોમનાથ: એક તરફ જ્યારે ગીર-સોમનાથ જિલ્લાની અંદર કોરોના કેસની સંખ્યા 500ની પાર પહોંચી છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ ખાતે શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાને કારણે 8 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે લોકોમાં પોતાના સ્વજનોને જો કોરોના પોઝિટિવ આવે તો તેમને સરકારી ફેસીલીટી ખાતે મોકલવા કે કેમ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

safety check in corona feasibility center
કોરોના દર્દીને સરકારી ફેસિલિટિમાં મોકલવા બાબતે સ્વજનોમાં અસમંજસ

આવા સમયે એક જવાબદાર સમાચાર માધ્યમ તરીકે ETV BHARAT દ્વારા ગુજરાતભરમાં કોવિડ હોસ્પિટલ અને ફેસેલીટી સેન્ટરમાં આપત્તિ વ્યવસ્થાપનના માપદંડોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લાની અંદર કોરોના દર્દીને મુખ્યત્વે 3 સ્થળો પર રાખવામાં આવે છે. આ ત્રણેય સ્થળો પર ETV BHARAT દ્વારા તપાસ કરવામાં આવી હતી.

ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળમાં આવેલી સરકારી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી છે. જેમાં 4 ઇમર્જન્સી એક્ઝિટ(આપાતકાલીન દરવાજા), અગ્નિશામક સાધનો, પૂરતો હોસ્પિટલ સ્ટાફ તેમજ આવી પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસકર્મીઓ પણ ગોઠવવામાં આવ્યા છે.

ગીર સોમનાથ કોરોના ફેસિલિટી સેન્ટરની ETV BHARATએ કરી સરપ્રાઈઝ વિઝિટ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહ લીલાવતી ભવનમાં સરકારે ફેસીલીટી સેન્ટર શરૂ કર્યું છે. આ અતિથિ ગૃહ મસમોટી લિફ્ટ, પહોળી સીડી તેમજ અગ્નિશામક સાધનોથી સુસજ્જ છે. આ ઉપરાંત એક ખાનગી હોસ્પિટલને પણ સરકાર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ હોસ્પિટલ ફાયર સ્ટેશનની માત્ર એક કિલોમીટર દૂર હોવાથી ગણતરીની મિનિટોમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા અગ્નિશામક દળ સક્ષમ છે.

ETV BHARAT દ્વારા કરાયેલી આ રૂબરૂ સમીક્ષામાં ત્રણેય હોસ્પિટલ તેમજ ફેસિલિટી સેન્ટરમાં આગ જેવી ઘટના બને તો સહી સલામત દર્દીઓને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવા માટે સક્ષમ છે. તેમજ આ સેન્ટરો આપત્તિ વ્યવસ્થાપનના નિયમો અનુસરતા હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.