ETV Bharat / state

300 કરોડના ખર્ચે થશે સોમનાથની કાયા પલટ - Gujarat News

સોમનાથ મંદિરની અને તેની આસ-પાસના વિસ્તારની આગામી દિવસોમાં કાયાપલટ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મંદિર સોમનાથ સહિત આસ-પાસના વિસ્તારોમાં 300 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટનું કામ હાથ ધરવામાં આવશે.

300 કરોડના ખર્ચે થશે સોમનાથની કાયા પલટ
300 કરોડના ખર્ચે થશે સોમનાથની કાયા પલટ
author img

By

Published : Jan 29, 2021, 9:10 PM IST

  • સોમનાથ સમીપે દરિયાઈ જીવસૃષ્ટિના દર્શન માટે બનશે કાચની ટનલ
  • સોમનાથને તેની આસપાસના વિસ્તારોમાં 300 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટનું કામ હાથ ધરાશે
  • સોમનાથ નજીક કાચની ટનલ બનાવવામાં આવશે
    300 કરોડના ખર્ચે થશે સોમનાથની કાયા પલટ
    300 કરોડના ખર્ચે થશે સોમનાથની કાયા પલટ

ગીર સોમનાથઃ મંદિરની અને તેની આસ-પાસના વિસ્તારની આગામી દિવસોમાં કાયાપલટ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, સોમનાથ નજીક દરિયામાં કાચની ટનલ બનાવવામાં આવશે. જેના થકી અહીં આવતા યાત્રિકો દરિયાઈ જીવ સૃષ્ટિને માણી અને જાણી શકે તે માટે અંદાજિત 300 કરોડના પેકેજની સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની અમલવારી આગામી દિવસોમાં શરૂ થશે, ત્યારે સોમનાથ ધાર્મિકની સાથે હવે પર્યટન ક્ષેત્રે પણ સમગ્ર વિશ્વમાં આગળ પડતું જોવા મળશે.

300 કરોડના ખર્ચે થશે સોમનાથની કાયા પલટ

300 કરોડના ખર્ચે વિકાસના વિવિધ કામોને મંજૂરી આપાશે

આગામી દિવસોમાં સોમનાથ ધાર્મિકની સાથે પર્યટન ક્ષેત્રે પણ આગળ આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 300 કરોડના ખર્ચે વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ચેરમેન બનવાની સાથે વડાપ્રધાન મોદીએ સોમનાથ ટ્રસ્ટના વિકાસને લઈને તાકીદે કામગીરી હાથ પર લીધી છે. બોર્ડની પ્રથમ બેઠકમાં જ સોમનાથ અને તેની આસ-પાસના વિસ્તારોને ડેવલોપ કઈ રીતે કરી શકાય તેમજ અહીં વિવિધતા વાળો પ્રદેશ હોવાને કારણે લોકો ધાર્મિકતાની સાથે પર્યટન અને પ્રવાસ માટે પણ સમગ્ર વિશ્વમાંથી આવે તેને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સોમનાથ મંદિર સહિત આસ-પાસના વિસ્તારોમાં વિકાસના કામોને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. જેમાં સોમનાથ મંદિર નજીક દરિયાઇ વિસ્તારમાં કાચની ટનલ બનાવવામાં આવશે જેના મારફતે અહીં સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા યાત્રિકો દરિયાઈ જીવ સૃષ્ટિને માણી અને જાણી શકે તે માટેની આગવી વ્યવસ્થા આગામી દિવસોમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉભી કરવાનું આયોજન થઈ રહ્યું છે. જેના માટે અંદાજિત 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે.

ત્રિવેણી ઘાટ પર પણ વિકાસના કામોને હાથ ધરવામાં આવશે

સોમનાથ તેનું ધાર્મિક અસ્તિત્વ આદિ અનાદિકાળથી ધરાવી રહ્યું છે. તેમાં પણ હવે ઉત્તરો ઉત્તર વધારો થાય તે માટે સોમનાથ ટ્રસ્ટના વડાપ્રધાન મોદી ચેરમેન બન્યા બાદ મિટિંગમાં ખૂબ જ ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમાં સોમનાથ મંદિરની બિલકુલ આવેલું પાર્વતીજીનું મંદિર પણ જીર્ણોદ્ધાર કરીને તેની પુનઃરચના કરવામાં આવશે. તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે, ત્યારબાદ ત્રિવેણીઘાટને લઈને સામાકાંઠા વિસ્તાર સુધી કેબલ બ્રિજ બનાવવાની યોજના પણ મિટિંગમાં નક્કી કરવામાં આવી છે. આગામી દિવસોમાં કેબલ બ્રિજ પણ બનશે. જેને લઇને ત્રિવેણી ઘાટ પર પોતાના પરિજનોની ધાર્મિક વિધિ સાથે અનુષ્ઠાન કરવા આવતા યાત્રિકોને પણ સગવડમાં ખૂબ મોટો વધારો થશે સાથે સાથે સોમનાથ મહાદેવ પર હવે આગામી દિવસોમાં નર્મદાના પવિત્ર જળનો અભિષેક પણ થવા જઈ રહ્યો છે આ માટે પણ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે. નર્મદાનું પાણી 24 કલાક ટનલ મારફતે સોમનાથ મહાદેવ મંદિરને મળતું રહેશે મહાકાલ મહાદેવ જે રીતે નર્મદા જળનો અભિષેક થતો રહે છે તે જ પ્રકારે હવે સોમનાથ મહાદેવ પર પણ નર્મદાના જળનો સતત અભિષેક થતો રહે તે પ્રકારનું આયોજન પણ હવે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેને પણ આગામી દિવસો પૂર્ણ કરવામાં આવશે, ત્યારે મહાકાલ બાદ સોમનાથ મહાદેવ મંદિર પણ આગામી દિવસોમાં નર્મદાના પવિત્ર જળનો અભિષેક થતો હોય તેવા દ્રશ્યો પણ હવે જોવા મળશે.

વિકાસનાકામોની લાગી છે વણજાર

વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ સોમનાથ નો ધાર્મિક અને પર્યટન ક્ષેત્રે વિકાસ થવાની દિશામાં માર્ગ મોકળો બન્યો છે અને આગામી વર્ષમાં સોમનાથ ધાર્મિક જગ્યાની સાથે સાથે વિશ્વનું એક શ્રેષ્ઠતમ અને પ્રવાસ માધ્યમ પણ ઊભું થઈ શકે છે. તેને લઈને અત્યારથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.