ETV Bharat / state

ST Sangamam : તમિલ સંગમ કાર્યક્રમમાં આવેલા જયાએ કેનવાસ પર PM મોદીને કંડાર્યા

author img

By

Published : Apr 26, 2023, 10:29 PM IST

સોમનાથ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું ચિત્ર કેનવાસ પર કંડારાયેલું જોવા મળ્યું છે. ચિત્ર કંડારનારને વડાપ્રધાન મોદીને આપવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ PM મોદી હાજર ન રહેતા ચિત્ર કંડારનાર નિરાશ થયા છે પણ નાસીપાસ નથી થયા.

ST Sangamam : તમિલ સંગમ કાર્યક્રમમાં આવેલા જયાએ કેનવાસ પર PM મોદીને કંડાર્યા
ST Sangamam : તમિલ સંગમ કાર્યક્રમમાં આવેલા જયાએ કેનવાસ પર PM મોદીને કંડાર્યા
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું ચિત્ર કેનવાસ પર કંડારાયેલું મળ્યું જોવા

ગીર સોમનાથ : સોમનાથ ખાતે પાછલા દસ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની આજે વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ છે, ત્યારે ખાસ તમિલનાડુથી આવેલી એસ.પી. જયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર કેનવાસ પર કંડાર્યુ છે. પહેલા નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે હાજર રહેવાના હતા. તેમને આ ચિત્ર ભેટ કરવાની ઈચ્છા એસ.પી. જયા ધરાવતા હતા, પરંતુ વડાપ્રધાન મોદી હાજર નહીં રહેતા તે નિરાશ થયા છે પણ નાસીપાસ થયા નથી. એમના દ્વારા કરવામાં આવેલું આ પેઇન્ટિંગ વડાપ્રધાન મોદીને પોસ્ટ દ્વારા તેમના ઘર સુધી પહોંચાડવાનું મનોબળ જયા એસ.પી ધરાવે છે.

આ પણ વાંચો : STSangamam Concludes : પદ્મશ્રી હીરબાઈ લોબીએ પીએમ મોદી સમક્ષ રાખી તમિલ સૌરાષ્ટ્ર સંગમની વાત

તમિલનાડુના મહિલા ચિત્રકારે મોદીને કંડાર્યા : સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના આયોજન પાછળ તમિલનાડુ અને સૌરાષ્ટ્રની જે ધાર્મિક સાંસ્કૃતિક અને પારિવારિક સંસ્કૃતિ છે. તેને ઉજાગર કરવા માટે વિશાળ ફલક મળી રહે તે માટે દસ દિવસ સુધી સોમનાથના આંગણે સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજન કરાયું હતું. જેમાં તમિલનાડુથી આવેલા શક્તિ ટ્રસ્ટના જયા એસ.પી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર કેનવાસ પર આબેહૂબ કંડાર્યુ છે. બે દિવસની મહેનત બાદ વડાપ્રધાન મોદીને કેનવાસ પર કંડારવામાં ચિત્રકાર એસ.પી જયાને સફળતા મળી છે. તેઓ આ ચિત્ર વડાપ્રધાન મોદીને રૂબરૂ આપવાની ઇચ્છા ધરાવતા હતા.

આ પણ વાંચો : ST Sangamam : સંગમ કાર્યક્રમની યાદમાં આવનારી પેઢી માટે 113 સંસ્કૃત શ્લોક બુકનું વિમોચન

એસ.પી. જયા નાસીપાસ નહીં : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે હાજર રહેવાના હતા. મૂળ સૌરાષ્ટ્ર અને ત્યાંના કલાકારો ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે નરેન્દ્ર મોદીની હાજરી સોમનાથ ખાતે પ્રત્યક્ષ રીતે શક્ય નહીં બનતા તમિલનાડુથી આવેલા તમામ પ્રવાસીઓની સાથે કલાકારો અને ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા હુન્નરકારો નિરાશ થયા છે, પરંતુ તેઓ નાસીપાસ નથી થયા. જયા એસ.પી દ્વારા જે ચિત્ર વડાપ્રધાન મોદીનું કેનવાસ પર કંડારવામાં આવ્યું છે. તેને હવે તેઓ પોસ્ટ મારફતે વડાપ્રધાન મોદીને મોકલવાનો મક્કમ મનોબળ ધરાવી રહ્યા છે. તેઓ તમિલનાડુ પહોંચીને તેમના દ્વારા કેનવાસ પર તૈયાર કરાયેલું નરેન્દ્ર મોદીનું આ ચિત્ર તેમને સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની ભેટના રૂપમાં આપવાની ઈચ્છા ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.