ગીર સોમનાથ : સોમનાથમાં તમિલનાડુના 120 પંડિતો દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે તમિલનાડુના 120 જેટલા પંડિતો દ્વારા સોમનાથમાં વેદ ઋચા સાથેના ચાર દિવસના રુદ્ર મહાયજ્ઞનું આયોજન થયું છે. આજે પ્રથમ દિવસે યજ્ઞ શરૂ થતા તમિલનાડુના પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે યજ્ઞમા આહુતિઓ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Patan mahant tapasya: વિશ્વના કલ્યાણ માટે પાટણના કણી ગામે મહંતની એક પગે આકરી તપસ્યા
તમિલનાડુના પંડિતો દ્વારા સોમનાથમાં મહાયજ્ઞ : સોમનાથની પાવનકારી ભૂમિમાં તમિલનાડુના 120 જેટલા પંડિતો દ્વારા વેદ ઋચા ઓ સાથેના મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં તમિલનાડુથી મોટી સંખ્યામાં પંડિતો પરિવાર સાથે હાજર રહ્યા છે. આગામી ચાર દિવસ સુધી આ યજ્ઞનું આયોજન થનાર છે. જેમાં પંડિતો 1008 જેટલા હુતદ્રવ્યોની યજ્ઞમાં આહુતિ આપીને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વમાં ફરી એક વખત શાંતિનું વાતાવરણ પ્રસ્થાપિત થાય તે માટે આહુતિ આપીને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે યજ્ઞમાં જોડાયા છે. આજે વહેલી સવારે ચાર દિવસના અતિ રુદ્ર મહાયજ્ઞની શરૂઆત કરાય છે. જેમાં વિશેષ યજ્ઞશાળા બનાવવામાં આવી છે. જેમાં તમિલ ધર્મ સંસ્કૃતિના દર્શન થતા જોવા મળે છે. આ યજ્ઞ તમિલ પરંપરા અનુસાર યોજવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Maharudra Yajna: વિશ્વ બંધુત્વની સ્થાપના કરવા માટે મહારુદ્ર યજ્ઞ થશે, બ્રિટિનના મહેમાન રહેશે હાજર
વિશ્વની શાંતિ એક માત્ર ધ્યેય : વિશેષ યજ્ઞશાળા બનાવવામાં આવી છે. જેમાં પાંચ જેટલા મહાકાય યજ્ઞ કુંડનું નિર્માણ કરાયું છે. જેમાં કમળની આકૃતિ પર 1008 કમળ સ્થાપિત કરવામાં આવ્યા છે. વધુમાં સમગ્ર યજ્ઞ ભૂમિને ગાયના ગોબરથી લીપણ કરીને પવિત્ર બનાવવામાં આવી છે. ચાર દિવસ સુધી ચાલનાર આ મહાયજ્ઞમાં 1008 જેટલા હુત દ્રવ્યોની યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવશે. જેમાં માણીક્યવાસગા સ્વામીલ મઠ કુનમ પટ્ટી કલ્યાણ પુરી આદિનમ મઠના 700 જેટલા ભાવિકો આ મહાયજ્ઞમાં જોડાયા છે.