ETV Bharat / state

8 જૂને સોમનાથ મંદિર દર્શન માટે ખુલે તે પેહલા નવા નિયમો જાહેર - સોમનાથ મંદિર

ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરના દ્વાર આગામી 8 જૂનના રોજ ભાવિકો માટે ખુલવા જઇ રહ્યા છે, ત્યારે કેન્દ્રસરકાર અને રાજ્યસરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઇન્સ અનુસાર સોમનાથ મંદિરમાં અનેકવિધ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એક કલાકમાં માત્ર 300 વ્યક્તિ સોમનાથના દર્શન કરી શકશે અને ગીરસોમનાથ જિલ્લા બહારથી જતા લોકોએ 12 જૂન બાદ જ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર અગાવથી રજીસ્ટ્રેશન કરી અને નિશ્ચિત સમયની કન્ફોર્મેશન લઈને દર્શન કરવા જવાનું રહેશે. સાથે જ સોમનાથમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 10થી વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નિષેધ કરાશે.

8 તારીખે સોમનાથ મંદિર દર્શન માટે ખુલે તે પેહલા, નવા નિયમો થયા જાહેર

author img

By

Published : Jun 6, 2020, 5:33 PM IST

ગીર સોમનાથઃ લોકડાઉનના અમલ પહેલા જ 19 માર્ચથી યાત્રિકો માટે સોમનાથ મંદિર બંધ કરાયું હતું, હવે જ્યારે સોમનાથ મંદીરમાં આગામી 8 જૂનથી ભાવીકોના દર્શન માટે ખુલશે ત્યારે સોમનાથના દર્શન વખતે ભાવિકોમાં કોરોનાનું સંક્રમણ ન થાય અને સારી રીતે દર્શન થઈ શકે એ માટે સોમનાથ ટ્રસ્ટે અનેક નવી કાળજીઓ લીધી છે.

જો યાત્રી વ્યવસ્થાની વાત કરવામાં આવે તો સોમનાથ મંદિરના દ્વારા ઉપર માંડવા બાંધીને લોકોને તડકે ન ઉભવું પડે તેવી વ્યવસ્થા કરાઈ છે. સાથે જ દ્વાર ઉપર 2 સેનિટાઈઝર ચેમ્બર બનાવાઈ છે. જેમાં ભાવિકોને સ્પ્રે દ્વાર સેનેટાઇઝ કરવામાં આવશે. તેમજ સોશિયલ ડિસ્ટનસિંગ માટે મંદિર પરિસરના માર્ગ પર સર્કલ કરવામાં આવ્યા છે. જે યાત્રીઓ વચ્ચે 4 કે 5 ફૂટ દુરી જાળવવા મદદરુપ થશે. મંદિરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ તમામ વ્યવસ્થા ઉપરાંત એક કલાકમાં 300 ભાવીકો સોમનાથ મંદીરમા દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાય છે.

8 તારીખે સોમનાથ મંદિર દર્શન માટે ખુલે તે પેહલા, નવા નિયમો થયા જાહેર

ગીરસોમનાથની બહારથી આવતા ભાવિકોએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર આગામી 12 જૂનથી ઓનલાઇન દર્શન બૂકીંગ માટે સમય મેળવી અને ફળવાયેલા નિયત સમયે જ સોમનાથના દર્શન કરવા આવવાનું રેહશે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ લીધેલા નિર્ણય અનુસાર સોમનાથમાં 65 વર્ષથી ઊપરની વયના વડીલો અને અને 10 વર્ષથી નીચેની ઊમરના બાળકોને મંદીરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. કારણકે આ ઉંમરના લોકોમાં કોરોનાનું સંક્રમણ થવાની સંભાવના સૌથી વધુ જોવા મળી છે. આ ઉપરાંત મંદિરમાં દર્શને જતા લોકોને કોઈપણ જગ્યાઓ જેવી કે રેલિંગ, મૂર્તિઓ, મંદિરના ઘંટને અડવાની મનાઈ કરવામાં આવી છે. સાથે જ નવા નિયમ અનુસાર સોમનાથ મંદિરમાં લોકો દંડવત પ્રણામ નહિ કરી શકે અને ભક્તો દ્વારા ભગવાન માટે લાવતા ગંગાજલ,બીલીપત્રો કે ફૂલો મંદીરમાં નહિ લઈ જવા દેવામાં આવે અને સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને કોઇપણ વસ્તુ લાવ્યા વગર દર્શન કરવા અનુરોધ કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.