સોમનાથ : સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે અહીં સ્વરોજગારીને પ્રાધાન્ય મળે તેમજ ગૃહ ઉદ્યોગ થકી લોકો આર્થિક રીતે સક્ષમ બને તે માટેનું કેન્દ્ર પણ શરૂ કરાયું છે. જેમાં ભાવનગરના ગોયાણી પતિ પત્ની વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને સ્વરોજગારીની દિશામાં અનુકરણીય કામ કર્યું છે. પતિ પત્ની નાળિયેરના રેસામાંથી સુશોભનની ચીજ વસ્તુઓ બનાવીને સ્વરોજગારી મેળવી રહ્યા છે.
આ પણ વાંચો : ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે આવેલા યાત્રીઓ ફર્યા ફેર ફૂદરડી
સૌરાષ્ટ્ર તમિલ સંગમ બન્યું સ્વરોજગારીનું કેન્દ્ર : સોમનાથ ખાતે 17મી એપ્રિલ અને સોમવારથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થયો છે. જેમાં ગુજરાત અને તમિલનાડુની ધાર્મિક સાંસ્કૃતિક સાથે બંને રાજ્યોને સ્વરોજગારી અને હસ્તકલા ક્ષેત્ર કલા સાહસિકો અવનવા રોજગારી આપતા વિચારોથી માહિતગાર થાય તે માટે અહીં ખાસ સ્વરોજગારીને લગતા વિશાળ મેળાનું આયોજન થયું છે. જેમાં ભાવનગરના સંગીતાબેન અને શાંતિભાઈ ગોયાણીએ વેસ્ટમાંથી બેસ્ટનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરીને સ્વરોજગારી મેળવવાની દિશામાં ખૂબ સારું કામ કર્યું છે. ગોયાણી પતિ પત્ની નાળિયેરના રેસામાંથી સુશોભનની ચીજ વસ્તુઓ બનાવીને સ્વરોજગારી મેળવી રહ્યા છે.
આ પણ વાંચો : ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સ્વરોજગારીને મળ્યું સ્થાન
પાછલા 15 વર્ષથી પતિ પત્ની મેળવે છે સ્વરોજગારી : સંગીતાબેન અને શાંતિભાઈ ગોયાણી પાછલા 15 વર્ષથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને સ્વરોજગારી મેળવી રહ્યા છે. તેઓ નકામા નાળિયેરના પત્તા અને છોતરામાંથી નાળિયેરના રેસા તૈયાર કરીને તેમાંથી ગૃહ સુશોભનની અલગ અલગ શો પીસોનુ ખૂબ જ બારીકાઈથી નિર્માણ કરે છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા આ શો પીસ કોઈ મોટી કલાકારીનો ઉત્તમ નમૂનો હોય તે પ્રકારે લાગી રહ્યા છે, પરંતુ આ તમામ શો પીસ માત્ર નાળિયેરના રેસામાંથી તૈયાર કરવામાં આવ્યા છે. એક દિવસમાં પાંચથી સાત જેટલા અલગ અલગ આકાર અને ડિઝાઇનના ગૃહ સુશોભન ના શો પીસ બની શકે છે. જેનું આયુષ્ય આજીવન જોવા મળે છે. કુદરતી રીતે બનેલા નાળિયેરના રેસા ક્યારેય ખરાબ થતા નથી. તેમાંથી બનેલું આ ગૃહ સુશોભનનું શો પીસ પણ નાળિયેરના રેસાની જેમ ખૂબ જ લાંબુ આયુષ્ય ધરાવે છે.