ETV Bharat / state

વેરાવળમાં મ્યુકોરમાઈકોસીસની બીમારી માટે ખાસ વોર્ડ ઉભો કરવાની સોમનાથના ધારાસભ્યની માંગણી - gir somnath updates

સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જિલ્લાના મુખ્ય મથક વેરાવળની સરકારી હોસ્પિટલમાં નવું આધુનિક સિટી સ્કેન મશીન ફાળવવામાં આવે અને આ અંગે વિધાનસભાના બજેટ સત્રમાં પણ આરોગ્યપ્રધાનના ધ્યાને દોર્યુ હતુ.

વેરાવળમાં મ્યુકોરમાઈકોસીસની બીમારી માટે ખાસ વોર્ડ ઉભો કરવાની સોમનાથના ધારાસભ્યની માંગણી

author img

By

Published : Jun 4, 2021, 10:38 AM IST

  • વેરાવળમાં મ્યુકોરમાઈકોસીસની બીમારી માટે ખાસ વોર્ડ ઉભો કરવાની સોમનાથના ધારાસભ્યની માગ
  • આધુનિક સીટી સ્કેન મશીન ફાળવવાની માગ સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમાની સરકારમાં રજૂઆત
  • દર્દીઓને સઘન સારવાર આપી નવજીવન આપવા માટે આરોગ્ય વિભાગ દિવસ-રાત કાર્યશીલ

ગીર સોમનાથ: વેરાવળ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બ્લેક ફંગસથી થતી મ્યુકોરમાઇકોસિસની બીમારી માટે સ્પેશિયલ વોર્ડની સુવિધા આપવામાં આવે તથા નવું આધુનિક સિટી સ્કેન મશીન ફાળવવા માટે સોમનાથના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી માગ કરી છે.

સિટી સ્કેન મશીન ન હોવાથી દર્દીઓને ખાનગી દવાખાનામાં સિટી સ્કેન માટે જવું પડે છે

સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જિલ્લાના મુખ્ય મથક વેરાવળની સરકારી હોસ્પિટલમાં નવું આધુનિક સિટી સ્કેન મશીન ફાળવવામાં આવે અને આ અંગે વિધાનસભાના બજેટ સત્રમાં પણ આરોગ્યપ્રધાનના ધ્યાને દોર્યુ હતુ. જિલ્લાની મોટી હોસ્પિટલ વેરાવળમાં આવેલી છે. ત્યારે સોમનાથ મત વિસ્તાર તથા જિલ્લાના દર્દીઓ સારવાર માટે આ હોસ્પિટલમાં આવતા હોય છે. હાલ સિટી સ્કેન મશીન ન હોવાથી દર્દીઓને ખાનગી દવાખાનામાં સિટી સ્કેન માટે જવું પડે છે.

આ પણ વાંચો: રાજકોટમાં મ્યુકોર માઈકોસીસના દર્દીઓમાં વધારો, સિવિલ હોસ્પિટલ ખાતે 609 દર્દીઓ સારવાર હેઠળ

દર્દીઓને અંદાજે રૂપિયા 4થી 5 હજાર જેટલો ખર્ચ થાય છે

દર્દીઓને અંદાજે રૂપિયા 4થી 5 હજાર જેટલો ખર્ચ થાય છે. ખર્ચ પરવડે તેમ હોય જેથી તમામ દર્દીઓને સસ્તી અને સારી સારવાર મળી શકે તે માટે હોસ્પિટલમાં નવું આધુનિક સિટી સ્કેન મશીન ફાળવવામાં આવે અને હાલ કોરોનાની મહામારીમાં કોરોનાના દર્દીઓને સઘન સારવાર આપી નવજીવન આપવા માટે આરોગ્ય વિભાગ દિવસ રાત કાર્યશીલ હોય છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસની બીમારીના રોગનો ભોગ અનેક લોકો બને છે અને આ બીમારી એક વખત શરીરમાં પ્રવેશે પછી દર્દીઓને તેની સારવાર માટે વધુ મોટો ખર્ચ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમુક કિસ્સામાં આંખ, મોઢા, જડબાની સર્જરી પણ કરવી પડે છે અને મગજ પર પણ નુકસાન થાય છે.

આ પણ વાંચો: મ્યુકોરમાઇકોસીસના ઈન્જેકશન મળશે અસારવા હોસ્પિટલથી

દર્દીઓને વધારાનો ખર્ચ ભોગવવો પડે છે

મ્યુકોરમાઇકોસિસની બીમારી માટે ગીર સોમનાથ જિલ્લામાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે કોઇ સુવિધા ન હોવાથી દર્દીઓને રાજકોટ કે અમદાવાદ સારવાર માટે જવું પડે છે. જેથી દર્દીઓને વધારાનો ખર્ચ ભોગવવો પડે છે. તેથી વેરાવળમાં આવેલી સરકારી હોસ્પિટલમાં બ્લેક ફંગસથી થતી મ્યુકોરમાઇકોસિસની બીમારીના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તથા અધ્યતન સુવિધા મળે તેવી વ્હેલી તકે વ્યવસ્થા કરવા અને નવું આધુનિક સિટી સ્કેન મશીન ફાળવવા માટે સરકારને કરેલી રજૂઆતના અંતમાં જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.