સોમનાથ: આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને શિવભક્તો અભિભૂત થયા છે. આજે પહેલા દિવસથી સમગ્ર સોમનાથ જાણે છે શિવમય બની ગયું હોય તેવું અનુભવાય છે. સોમનાથ મહાદેવના દર્શન કરીને શિવ ભક્તો ભારે ભાવવિભોર બન્યા છે.
બહુ સુંદર વ્યવસ્થા છે મહાદેવજીના દર્શન કરવામાં થોડીક પણ તકલીફ પડી નથી, અહીં સાક્ષાત ભોલેનાથની સાક્ષાત હાજરી અનુભવું છું... ધીરેન, વારાણસી
સવાર 4 કલાકથી દર્શન શરૂઃ આજથી પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થાય છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા અનુભવી. શ્રાવણના પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સોમનાથ મંદિરે હાજર રહ્યા હતા. પ્રાતઃકાળ ચાર કલાકે શિવ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાતા મોટી સંખ્યામાં શિવ ભક્તોએ સોમેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.આજે પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવની પ્રથમ ધ્વજા પૂજા અને પાધ પૂજા કરવામાં આવી હતી.
દરિયા કિનારે સોમનાથ મહાદેવના શ્રાવણ મહિનાના પહેલા દિવસે દર્શન કરીને હું બહુ દિવ્યતા અનુભવું છું, મને સોમનાથ મંદિર પરિસરમાં શાંતિ લાગે છે...મંજુ, ઈંદોર
ગુજરાત બહારથી પણ ભક્તો આવ્યાઃ નેપાળના સન્યાસી ચારધામ યાત્રા નીકળ્યા છે ત્યારે આજે સોમનાથ ખાતે તેમણે મુકામ કર્યો હતો અને અહીં શ્રાવણના પ્રથમ દિવસે મહાદેવના દર્શન કરીને ભારે ધન્યતાની અનુભુતિ પ્રાપ્ત કરી હતી. ચારધામની યાત્રામાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન જીવનની ધન્ય ઘડી સાથે નેપાળના સન્યાસીએ સરખામણી કરી હતી. મધ્યપ્રદેશથી ભક્તો ખાસ શ્રાવણ મહિનાના પહેલા દિવસે સોમનાથ મહાદેવના દર્શન માટે સોમનાથ આવ્યા છે. તેમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને આરતીમાં ભાગ લીધો હતો.
હું ચારધામની યાત્રા પર છું અને શ્રાવણના પહેલા દિવસે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવું છું...સન્યાસી, નેપાળ