- તેરા તુજકો અર્પણઃ ભિક્ષાવૃત્તિની રકમમાંથી સોમનાથ દાદાને ધ્વજારોહણ કરાશે
- દિવ્યાંગ સાધુઓ 28 માર્ચના રોજ સોમનાથ મંદિરે ધજા ચડાવશે
- દિવ્યાંગ ભિક્ષુક ધ્વજારોહણનો લીધેલો સંકલ્પ કરશે પૂર્ણ
ગીર સોમનાથઃ સોમનાથ દાદાના મંદિરે 28 દિવ્યાંગ ભિક્ષુક સાધુ દ્વારા ભિક્ષાવૃત્તિ કરી એકત્ર કરેલી રકમમાંથી સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરી દિવ્યાંગ ભિક્ષુક ધ્વજારોહણનો લીધેલો સંકલ્પ પૂર્ણ કરશે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર, પવિત્ર ત્રિવેણી સંગમ અને ગીતા મંદિર આસપાસ અનેક ભિક્ષુકો સાધુઓ ભિક્ષાવૃત્તિ કરે છે. તેમાંના એક દિવ્યાંગ ભિક્ષુક સાધુ સુપાનગીરી હરીગીરી ગાંગુરડે મૂળ મહારાષ્ટ્રના છે. પરંતુ દ્વારકા અને સોમનાથ તીર્થમાં ભિક્ષા માંગવનું કામ કરતા આ સાધુએ પોતાને મળેલી ભિક્ષવૃત્તિની રકમમાંથી સોમનાથ મહાદેવને ધજા ચઢાવવનો સંકલ્પ કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટને રૂપિયા 11 હજાર આપી ધજા ચઢાવવામાં નોંધણી કરાવી હતી. જે ધજા 28 માર્ચે ચઢાવવામાં આવશે.
દિવ્યાંગ ભિક્ષુક દ્વારા સોમનાથ દાદાના મંદિરે ધજા ચડાવશે
દિવ્યાંગ ભિક્ષુક સાધુ સુપાનગીરી હરીગીરીએ જણાવ્યું હતું કે, તેઓ સવારે 7 થી 9 સોમનાથ મંદિર પાસે અને સવારે 9 વાગ્યાથી સાંજના 5 સુધી ગીતા મંદિર પ્રવેશ દ્વાર પાસે ભિક્ષાવૃત્તિ કરે છે અને ભિક્ષાવૃત્તિમાંથી મળતી રકમ બચાવી તે રકમમાંથી સોમનાથ દાદાને ધજા ચડાવવાનો સંકલ્પ કર્યો હતો. તે સંકલ્પ મુજબ 28 માર્ચના રોજ તેઓ સોમનાથ દાદાના મંદિરે ધજા ચડાવશે.