સોમનાથ : આસામના મુખ્યપ્રધાન હેમંતા બિશ્વા શર્મા આજે તેમના ધર્મપત્ની સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના અને દર્શન કર્યાં હતાં. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ હેમંતા બિશ્વા શર્માને સ્મૃતિચિન્હ અને પ્રસાદી આપીને સ્વાગત કરાયું હતું. સોમનાથ આવેલા આસામના મુખ્યપ્રધાન હેમંતા બિશ્વા શર્મા એ દક્ષિણ ધ્રુવ વિશે પણ માહિતી લઈને તેમની ઇન્તઝારી પ્રદર્શિત કરી હતી.
સોમનાથ મહાદેવ સમક્ષ શિશ ઝૂકાવ્યું : આસામના મુખ્યપ્રધાન હેમંતા બિશ્વા શર્માએ આજે તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવ સમક્ષ શિશ ઝૂકાવ્યું હતું. માધવપુરમાં ચાલી રહેલા કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગે હાજરી આપવા માટે આવેલા આસામના મુખ્યપ્રધાન બિશ્વા સોમનાથ મહાદેવના દર્શને પણ આવ્યાં હતાં. તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરીને ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
સ્મૃતિચિન્હ ભેટમાં અપાયું : સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાન બિશ્વા તેમના ધર્મપત્ની સાથે સોમનાથ આવ્યાં હતા. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું સ્મૃતિચિન્હ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રસાદ આપીને તેમને સન્માનિત પણ કર્યા હતાં.
બિશ્વા દંપતિએ કરી મહાદેવની પૂજા : મુખ્યપ્રધાન હેમંતા બિશ્વા અને તેમના ધર્મપત્ની મહાદેવને પ્રથમ ગંગાજળનો અભિષેક કર્યો હતો. ત્યારબાદ મંદિર પરિસરમાં મહાદેવની વિધિ વિધાન અને પંડિતોની હાજરીમાં શાસ્ત્રોત મંત્રોચ્ચારની સાથે પૂજા પણ કરી હતી. સોમનાથ મહાદેવના ભવ્ય દર્શન બાદ વિશ્વા દંપતીએ મહાદેવ સમક્ષ પ્રાર્થના પણ કરી હતી.
દક્ષિણ ધ્રુવને વિશે માહિતી મેળવી : વધુમાં સોમનાથ આવેલા મુખ્યપ્રધાન હેમંતાએ દક્ષિણ ધ્રુવને લઈને તેમની આ વિશે વધુ જાણકારી મેળવવાની ઇન્તઝારી સ્પષ્ટ કરી હતી. સોમનાથ મંદિર પરિસરની પાછળ જોવા મળતા દરિયામાં દક્ષિણ ધ્રુવનું નિશાન બતાવતું ચિહ્ન જોવા મળે છે. ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ દક્ષિણ ધ્રુવ તરફ એકમાત્ર દરિયાઈ માર્ગ છે તેનો તેમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આજે સોમનાથ આવેલા આસામના મુખ્યપ્રધાન હેમંતા બિશ્વા શર્માએ દક્ષિણ ધ્રુવને લઈને પણ માહિતી એકત્ર કરી હતી.
આસામના મુખ્યપ્રધાન છે ધર્મપ્રેમી : ઉલ્લેખનીય છે કે આસામના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા શર્મા દ્વારા હિન્દુ ધર્મમાં ઊંડી આસ્થા અવારનવાર અનેક અવસરોએ ઉજાગર થતી જોવા મળી છે ત્યારે તેમણે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન અને પૂજનમાં તેમ જ સોમનાથ ટ્ર્સ્ટ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ રસપૂર્વક જાણકારી મેળવવાનો ઉદ્યમ કર્યો હતો.