ગીર સોમનાથ : યુવા પેઢીને સાંસ્કૃતિ અને સંસ્કારો તરફ વાળવા માટે રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં સાંસ્કૃતિક અમૃત યાત્રા કાર્યક્રમ (Somnath Amrut Yatra) યોજાયો હતો. જિલ્લા કલેકટરે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં 125થી વધારે નિપુણ કલાકારો હતા. જેમાં કલાકારો દ્વારા પોતાની કૃતિઓ પ્રસ્તુત કરાઈ જેમાં લોકોએ લાભ લીધો હતો.
કાર્યક્રમમાં નામી કલાકારો પોતાની પ્રસ્તુતિ કરી રજૂ - આયોજક અભિલાશ ઘોડાએ જણાવ્યું કે, આઝાદીના વિવિધ પ્રસંગોમાંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી ચુનંદા ગીતો પર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. કોરોના કાળ પછી વધુમાં વધુ કલાકારોને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો સાથે ગુજરાતના નામી કલાકારોએ પોતાના સ્વરો રેલાવ્યા હતા.
આ પણ વાંચો : Toll booth close in Junagadh: રાજકોટ સોમનાથ વચ્ચેના બેમાંથી એક ટોલબૂથ બંધ થશે?
ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી - જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે જણાવ્યું કે, કોરોનાના બે કઠીન વર્ષ પુરા થઇ ચુક્યા છે. ત્યારે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (Cultural Activity in Somnath) વિભાગ દ્વારા પસંદ કરાયેલા 75 શહેરો અને નગરો "આઝાદીની અમૃત યાત્રા" (Azadi Amrut Yatra) શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તેમજ આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓ મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : હોળી પર્વે પર સોમનાથ મહાદેવને અબીલ ગુલાબનો શણગાર
અગ્રણીઓનો સહકાર મળ્યો - યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ જણાવ્યું કે, ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી યોજાનાર આ મેગા કાર્યક્રમને ગુજરાત પ્રવાસન નિગમ, ગીર સોમનાથ જીલ્લા વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ, સોમનાથ નગરપાલિકા સહિત ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી પ્રધાન, સંસદ સભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોનો સહકાર મળ્યો છે.