ગીર- સોમનાથ : ઊના નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ રાઠોડ ઊર્ફે કેસી પર ફાયરિગ થવાની ઘટનાથી ઊના પંથકમાં ભારે ચર્ચા ઊઠી છે. આ બનાવમાં ઊનામાં બે જુથ વચ્ચે સામ સામે ફાયરિગ કરવામાં આવતા પાંચ વ્યક્તિઓ ઘાયલ થયાં હતા. જેને પ્રાથમિક સારવાર ઊના આપ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. ઊના નગરપાલિકાના પ્રમુખ કે.સી રાઠોડ એક પૂર્વ સભ્યનું મૃત્યુ થતાં તેને ત્યાં બેસણાંમા ગયા હતા. ત્યારે ઉનાના મહેશ બાંભણીયા અને યશવંત બાંભણીયાએ કે.સી રાઠોડ ઉપર ફાયરિગ કરતાં ત્રણ ઘાયલ થયા હતા.
ગીર-સોમનાથના ઊનામાં પૂર્વ ધારાસભ્ય પર ધોળા દિવસે ગોળીબાર - MLA in Una
ગીરસોમનાથ જિલ્લાના ઊનામાં બે જુથો વચ્ચે સામસામે ફાયરિગ થયું છે. જેમાં ભાજપના પુર્વ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ એવા કાળુ રાઠોડ પર ફાયરિગ થયું છે. તો સામા પક્ષેથી પણ ફાયરિગ કરવામાં આવતા રાઠોડ સહિત પાંચેક વ્યક્તિને ઈજાઓ થતાં તમામને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.