સોમનાથ : આગામી 17મી એપ્રિલના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આયોજિત થઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપશે. મૂળ સૌરાષ્ટ્રના પરંતુ પાછલા ઘણા વર્ષોથી તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓનો સંગમ કાર્યક્રમ યોજાશે જેમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ હાજરી આપવા માટે મૂળ સૌરાષ્ટ્રના પરંતુ હાલ તમિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને આમંત્રણ પણ આપી રહ્યા છે.
17મી એપ્રિલે વડાપ્રધાન મોદી આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17મી એપ્રિલના દિવસે સોમનાથ ખાતે આયોજિત થઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સોમનાથ મુકામે આવી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમની હજી અધિકારીક રીતે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ 17મી એપ્રિલના દિવસે સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં હાજરી આપવા માટે વડાપ્રધાન મોદી 17મી એપ્રિલ સોમનાથ ખાતે આવી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની કોઈ અધિકારીક જાણ હજુ સુધી સોમનાથ ટ્રસ્ટને થઈ નથી, પરંતુ સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમમાં મોદી હાજરી આપશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો Somnath Mahadev : દક્ષિણના 5 રાજ્યોના શિવમંદિરો સોમનાથ સાથે જોડાયાં, પી વિજયનના પ્રયાસો મહત્ત્વપૂર્ણ
પીએમના પ્રયાસો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયે વર્ષ 2005 થી મૂળ સૌરાષ્ટ્રના પરંતુ તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના લોકોનું સંગમ કાર્યક્રમ આયોજિત થાય તે માટેના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા હતા. જેમાં હવે સફળતા મળી રહી છે અને આગામી 17 મી એપ્રિલના દિવસે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનો ગુજરાત અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ તમિલનાડુની મુલાકાત કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ હાજરી આપવા માટે મૂળ સૌરાષ્ટ્રના પરંતુ હાલ તમિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને આમંત્રણ પણ આપી રહ્યા છે.
આ પણ વાંચો PM Modi High Level Meeting : PM મોદીએ લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતવાનો આપ્યો ટાર્ગેટ
છેલ્લે મોદી ક્યારે આવ્યાં વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદી 20 મી નવેમ્બરના દિવસે સોમનાથની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદની તેમની આ પહેલી મુલાકાત છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી પૂર્વે નરેન્દ્ર મોદી સોમનાથ આવ્યા હતા. ત્યારબાદ 17મી એપ્રિલના દિવસે ફરી એક વખત સોમનાથ આવી રહ્યા છે. આ વખતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ સોમનાથ આવશે. સોમનાથ સહિત રાજ્યના દ્વારકા પોરબંદર રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ કરવામાં આવ્યું છે. 17મી એપ્રિલથી 17 મી મે એમ એક મહિના દરમિયાન કાર્યક્રમના આયોજનની વિચારણા થઈ રહી છે જેની શરૂઆતના પ્રસંગે નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે.