ETV Bharat / state

Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઇ મોટી જાહેરાત, પીએમ મોદીની સોમનાથ મુલાકાત રદ - Saurashtra Tamil Sangam

આગામી 17 એપ્રિલથી સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. કાર્યક્રમના આરંભની તૈયારીઓ સાથે જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે. જોકે આજે સત્તાવાર જાહેર કરાયું છે કે પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના નથી.

Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઇ મોટી જાહેરાત, પીએમ મોદીની સોમનાથ મુલાકાત રદ

author img

By

Published : Apr 11, 2023, 4:17 PM IST

સોમનાથ : આગામી સોમવાર અને 17 તારીખે વડાપ્રધાન મોદીની હાજરીમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈને હવે નકર માહિતી સામે આવી છે. હવે સત્તાવાર રીતે જાહેર કરાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવવાના નથી. તેમનો ગુજરાતનો પ્રવાસ પણ રદ કરાયો છે.

વડાપ્રધાન મોદીનો ગુજરાત કાર્યક્રમ થયો રદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 મી તારીખ ને સોમવારના દિવસે ગુજરાતની સાથે સોમનાથનો પ્રવાસ નિર્ધારિત થયો હતો જે હવે રદ કરવામાં આવ્યો છે. જેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 17મી તારીખ અને સોમવારના દિવસે વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી અને ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા હતા. પરંતુ આજે સત્તાવાર રીતે મોદીનો સોમનાથનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીની હાજરીની શક્યતા નહિવત

કાર્યક્રમ નિર્ધારિત રૂપરેખા મુજબ શરુ થશે : આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં કોઈ એક સ્થળે હાજરી આપશે તેવી શક્યતાઓ પણ જોવા મળે છે. પરંતુ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીની ગેરહાજરીની વચ્ચે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ તેની પૂર્વ નિર્ધારિત રૂપરેખા મુજબ શરૂ થશે. આપને જણાવીએ કે તમિળનાડુમાં વસતાં મૂળ સૌરાષ્ટ્રના વતનીઓને આ કાર્યક્રમમાં આવવા માટે વિશેષ ટ્રેનો ચલાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે દરમિયાન અંદાજીત 3 હજાર કરતા વધુ લોકો તમિલમાંથી સૌરાષ્ટ્રમાં આવશે અને અહીં અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેશેે.

આ પણ વાંચો Somnath Saurashtra Tamil Sangam: 3000 તમિલો બનશે ગુજરાતના મહેમાન, 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ

કાર્યક્રમના કોઈ એક સ્થળે આપશે હાજરી : 17મી તારીખથી શરૂ થઈ રહેલા અને સતત 15 દિવસ સુધી ગુજરાતના વિવિધ સ્થળો પર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ઉદ્ઘાટન સમારોહ સોમનાથ ખાતે આયોજિત થયો છે. ત્યારબાદ દ્વારકા પોરબંદર રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 15 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે અનેક આયોજનો કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કાર્યક્રમમાં સોમનાથમાં ચોક્કસપણે હાજર રહેવાના નથી, પરંતુ કાર્યક્રમના પંદર દિવસ દરમિયાન તેઓ કોઈ એક જગ્યા પર હાજર રહેશે તેવી શક્યતાઓને આજે નકારી શકાય તેમ નથી. જોકે પીએમ મોદીની સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરીને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.