ETV Bharat / state

સોમનાથ મંદિરના સુરક્ષા અધિકારીનું હાર્ટ એટેકથી થયું મોત - Somnath Temple

સોમનાથ ખાતે મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતાં કિકાવાડાનાં પી.આઇ ગોવિંદભાઈ રાઠવાને ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેકનો હુમલો આવતાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.

સોમનાથ મંદિરના સુરક્ષા અધિકારીનું હાર્ટ એટેકથી થયું મોત

author img

By

Published : Aug 27, 2021, 1:56 PM IST

  • સોમનાથ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટરનું હાર્ટએટેકથી મોત
  • પ્રભાસ પાટણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
  • ઇન્સ્પેકટરના મૃતદેહને માદરે વતન કિકાવાડા ખાતે લાવવામાં આવ્યો

સોમનાથ: સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરની સુરક્ષામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જી. એમ રાઠવાને ગઈ કાલે બે વાગ્યાની અરસામાં ચાલું ફરજ દરમિયાન છાતીમાં દુઃખાવો ઉપડતા સાથી પોલીસ કર્મીઓએ તાત્કાલિક પ્રભાસ પાટણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે વેરાવળની બિરલા હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર દરમિયાન પી. આઇ રાઠવાનું મૃત્યું નિપજ્યું હતું.

ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી અંતિમ ક્રિયા કરાઇ

સોમનાથ ખાતે તેઓનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પાર્થિવ દેહને તેઓનાં માદરે વતન કિકાવાડા ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી સમ્માન પૂર્વક અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

કોન્સટેબલે કરેલી સરાહનિય કામગીરી

કિકાવાળામાં જન્મેલા ગોવિંદ ભાઈ રાઠવા 1990માં ગુજરાત પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા બાદ 2009 માં પી. એસ. આઇ તરીકેનું પ્રમોશન મેળવ્યા બાદ ભરૂચ અમદાવાદ, રાજકોટમાં પોતાની કોઠાસૂઝથી અનેક વણ ઉકેલાયેલા ગુના ઓની ડિજિટલ ટેકનિકથી સફળતા મેળવી હતી. ઓન લાઇન ચિટીંગ કરતી ગેંગને રાજસ્થાનનાં કોટા શહેરમાંથી અને ઝારખંડથી તેમજ ઉતર પ્રદેશના ગઝિયાબાદ દિલ્હી અને ઢસાથી ચિટીગ કરતી ગેંગને ઝડપી પાડી જેલને હવાલે કર્યા હતા, જયારે ઝઘડિયાનાં ત્રણ સિક્યોરિટી જવાનોને બેભાન કરી લૂંટ કરી ફરાર થયેલા 11 આરોપીઓને પણ રાતો રાત ઝડપી પાડી સરાહનિય કામગીરી કરી હતી.

પોલીસ કોન્સ્ટેબલ થી પી. આઇ સુધીની ત્રણ દાયકાની ફરજ

પોલીસ કોન્સ્ટેબલ થી પી. આઇ સુધીની ત્રણ દાયકાની ફરજ દરમિયાન પી. આઇ રાઠવાએ અનેક પડકારો સામે પોતાની આગવી શૈલીમાં કામગીરી કરી નોંધનીય ફરજ બજાવી પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યુ હતું. જેઓના આકસ્મિક નિધન થવાથી રાઠવા સમાજમાં પણ ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે. તેઓનાં પરિવારમાં પત્ની અને બે પુત્રો છોડી ચાલ્યા જતાં તેઓનાં પરિવાર પર આવી પડેલી આપતીને સહન કરવાની કુદરત શક્તિ આપે એવી સૌ દિલાસો આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.