ગીર સોમનાથઃ જિલ્લામાં કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ જિલ્લાના એક માત્ર પોઝિટિવ કેસ કોરોના વાઇરસ ગ્રસ્ત મહિલા દર્દીનું ફોલોઅપ સેમ્પલ પણ લેવાયુ હતું.
ગીર સોમનાથમાં કોરોના વાઇરસને મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાઇરસના સંક્રમણના કારણે ગીર સોમનાથ જિલ્લામાં લૉકડાઉનનો ચુસ્ત પણે અમલ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસ ન ફેલાય તે માટે આરોગ્ય શાખાની ટીમ દ્રારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્રારા લૉકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસના શંકાસ્પદ 4 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં બે દર્દી સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે અને બે દર્દી આદિત્યા બિરલા હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલા છે. કોરોના વાઇરસ ગ્રસ્ત મહિલા દર્દીનું ફોલોઅપ સેમ્પલ લેવામાં આવ્યું છે.
આ ઉપરાંત ક્વોરન્ટાઇન ફેસેલીટી ખાતે ૨૦ પેસેન્જરોને રાખવામાં આવેલા છે, ત્યારે જિલ્લામાં કોરોનાનો કોઈપણ વધુ કેસ ન નોંધાય તેના માટે તંત્રએ તમામ તાકાત કામે લગાવી છે. જેમાં જિલ્લા ભરમાંથી શંકાસ્પદ સેમ્પલ લેવાઈ રહ્યા છે.