ETV Bharat / state

કેસર કેરીના ભાવમાં ફરી વધારો, તાલાલા મેંગો માર્કેટમાં મોટા પ્રમાણમાં આવી રહી છે હરાજીમાં કેસર કેરી - Talala Mango Market

તાલાલા મેંગો માર્કેટમાં 400થી 600 રૂપિયા 10 કિલોના બોક્સની બોલી લાગી હતી, પરંતુ 17 મેના રોજ તૌકતે ત્રાટક્યા બાદ કેસરના આંબા અને કેરી ખરી પડ્યા હતા. જેના કારણે કેરીના ભાવ 10 કિલો બોક્સના 100ની નીચે પહોંચ્યા હતા. જોકે ફરી એક વખત કેરીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. કેરીના બોક્સના 300થી 700 રૂપિયા ભાવની બોલી હાલ લાગી રહી છે.

Carrie prices rise again
Carrie prices rise again
author img

By

Published : Jun 3, 2021, 4:35 PM IST

  • કેસર કેરીના ભાવમાં ફરી વધારો
  • તાલાલા મેંગો માર્કેટમાં મોટા પ્રમાણમાં આવી રહી છે કેસર કેરી હરાજીમાં
  • વાવાઝોડા બાદ કેરીના ભાવ તળિયે પહોંચ્યા હતા.
  • 4 મેએ ગીરની કેસરની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી

ગીર સોમનાથ: સૌરાષ્ટ્રની બજારોમાં વાવાઝોડાના કારણે ખરી ગયેલી કેરીની મબલખ આવક બાદ કેરીના સ્વાદરસિયા માટે આંબે બચેલી કેરી બગીચામાંથી વેડેલી બજારમાં આવતા, આવી મધમીઠી કેસર કેરીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. તાલાલા ગીરના મેંગો માર્કેટમાં વિધિવત રીતે 4 મેના રોજ ગીરની કેસરની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. તાલાલા મેંગો માર્કેટમાં 400થી 600 રૂપિયા 10 કિલોના બોક્સની બોલી લાગી હતી, પરંતુ 17 મેના રોજ તૌકતે ત્રાટક્યા બાદ કેસરના આંબા અને કેરી ખરી પડ્યા હતા. જેના કારણે કેરીના ભાવ 10 કિલો બોક્સના 100ની નીચે પહોંચ્યા હતા. જોકે ફરી એક વખત કેરીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

કેસર કેરીના ભાવમાં ફરી વધારો

આ પણ વાંચો : તાલાલા તાલુકાના નવ ગામમાં ઉનાળુ પાક માટે કમલેશ્વર ડેમમાંથી પાણી અપાતા ખેડૂતો ખુશ નવ ગામના ૨૦૦થી પણ વધુ હેક્ટરમાં કેરીના આંબા, તલ, મગ, અડદ અને શેરડીનાં વાવેતરને મબલખ ફાયદો

કેરીના બોક્સના 300થી 700 રૂપિયા ભાવની બોલી હાલ લાગી રહી છે

વાવાઝોડા બાદ હતું કે કેરી ખરી પડી, પરંતુ તાલાલા અને ગીરમાં 25 ટકા કેરી બચી છે. કારણ કે વાવાઝોડાની એટલી તાલાલા અને ગીરમાં અસર જોવા ન મળી હતી. જેના કારણે બચેલી કેરી હવે યાર્ડમાં આવી રહી છે.

કેસર કેરી
કેસર કેરી

આ પણ વાંચો : ગીરની પ્રખ્‍યાત કેસર કેરીની માર્કેટમાં વિધીવત એન્‍ટ્રી, તાલાલા મેંગો યાર્ડમાં પ્રથમ દિવસે 7 હજાર કેરીના બોકસ આવ્યા

રોજના યાર્ડમાં 20થી 25 હજાર બોક્સ હરાજીમાં આવી રહ્યા છે

હાલમાં બોક્સના 300થી 700 રૂપિયા ભાવે વેચાઇ રહી છે. જોકે સ્વાદ રસિયા આવી કેરી મેળવવા બગીચાઓ સુધી પહોંચી રહ્યાા હોવાના પણ સમાચારો મળી રહ્યાા છે. વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ભારે તબાહી મચાવી હતી, ત્યારે સોરઠના બાગાયતી પાકોમાં ભારેથી અતિ ભારે નુકસાન થયું હતું અને મોટી સંખ્યામાં આંબાના બગીચામાં ઘણા આંબા પડી ગયા હતા જેના કારણે કેરીના પાકને મોટું નુકશાન થયું હતું. આંબાના બગીચાઓમાં ટન મોઢે કેસર કેરી અકાળે ખરી પડી હતી. શાખ બેસ્યા પહેલા ખરી પડેલી કેરીઓની કિંમત વધારે હોતી નથી. આવા સમયે ખરી પડેલી કેરી બજારમાં આવતા ભાવ તળિયે બેસી ગયા હતા. તે સમયે કેરીના એક બોક્ષના ભાવ 80થી 100 થઈ ગયા હતા. જોકે સદનસીબે જે ખેડૂતોની કેરીઓ બચી ગઇ હતી. તે ખેડૂતોએ વેડેલી કેરી માર્કેટિંગ યાર્ડ અને બજારમાં મૂકતા નવી આવેલી કાચી કેરીના બોક્સ રૂા. 300થી 700ના ભાવે બજારમાં વેચાઇ રહી છે.

કેસર કેરી
કેસર કેરી

સ્વાદ રસિયાઓ કેરીના બગીચા સુધી મધમીઠી કેરી મેળવવા પહોંચી રહ્યા છે

નિષ્ણાંતો અને કેરીના ખેડૂતોના જણાવ્યા અનુસાર સાખ બેઠા પછી આંબા ઉપરથી વેડેલી કેરીનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. તેમની સોડમ અને રંગના કારણે સોરઠની કેસર કેરી વિદેશોમાં પ્રખ્યાત છે. એટલે જ ફળના રાજા તરીકે કેરી ઓળખાય છે, ત્યારે હવે આંબે વેડેલી કેરી બજારમાં આવતા સ્વાદ રસિયાઓ કેરીના બગીચા સુધી મધમીઠી કેરી મેળવવા પહોંચી રહ્યા છે અને આવી કેસર કેરીના ભાવમાં વધારો થયો છે.

તાલાલા માર્કેટિંગ યાર્ડની મેંગો માર્કેટમાં પાછલા 10 વર્ષ દરમિયાન કેસર કેરીની આવક અને સરેરાશ ભાવ પર એક નજર...

વર્ષબોક્સ (10 કિલો) કિંમત
2011 14,87,025 143
2012 8,32,197 210
2013 11,85,086 254
2014 9,41,702 210
2015 7,17,335 250
2016 10,66,860 283
2017 10,67,755 265
2018 8,30,340 345
2019 -------------- 310
2020 6,87,931 375

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.