ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લાના 3 તાલુકાને પાણી પુરૂ પાડવા માટે રૂપિયા 240 લાખ મંજુર - મંજુરી આપી

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજયપ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં 3 ગામોને 240 લાખ રૂપિયાના ખર્ચે પીવાના પાણી માટેના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

author img

By

Published : Mar 23, 2021, 5:51 PM IST

  • જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ
  • રૂપિયા-240 લાખની વહીવટી મંજુરી આપી
  • વાસ્મો યુનિટ મેનેજર,જિલ્લા કોર્ડીનેટર વગેરેએ આપી હાજરી

ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર અજયપ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ત્રણ તાલુકાના ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂપિયા-240 લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: જામનગર જિલ્લાની 1,409 આંગણવાડીઓમાં બાળકોને મળી રહ્યું છે શુદ્ધ પીવાનું પાણી

3 ગામોનો સમાવેશ

સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ખાતે રૂપિયા-26.97 લાખ, તાલાળા તાલુકાના બાકુલા ધણેજ ગામે રૂપિયા-49.83 લાખ અને કોડીનાર તાલુકાના વેલણ ગામે રૂપિયા-163.30 લાખના ખર્ચે પીવાના પાણી માટેના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી હતી. જેમાં પીવાના પાણીની આંતરિક વ્યવસ્થા, પાણીનો ખુટતો સ્ટોરેજ, ઘટતી પાઇપલાઇનના કામો કરવામાં આવશે. ઉપરાંત "નલ સે જલ" કાર્યક્રમ અંતર્ગત-2217 નવા પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પાટણમાં વૉટર ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું ખાતમૂહુર્ત કરાયું

ઉપસ્થિત સભ્યો

આ બેઠકમાં વાસ્મો યુનિટ મેનેજર વી.એન.મેવાડા, જિલ્લા કોર્ડીનેટર અલ્કા મકવાણા, ટેક્નિકલ મેનેજર મુકેશભાઈ બલવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.