- જિલ્લામાં બંધ થયા છે રેપીડટેસ્ટ
- પાંચ દિવસથી આવ્યા 15 થી 20 ટકા કેસો
- જિલ્લામાં મૃત્યુ આંક અટકવાનું નામ નથી લેતો
ગીર સોમનાથ: જીલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી રેપીડ ટેસ્ટ બંધ થયેલ છે અને RTPCR મર્યાદીત થઈ રહ્યાં છે. મૃત્યુ આંક પણ વધતો જાય છે તેમજ કેસોનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારમાંથી વધારે આવે છે. જેથી ચિંતા ફેલાયેલી છે. ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા 5 દિવસથી રેપીડ ટેસ્ટ બંધ છે. RTPCR મર્યાદીત થતાં હોય તેમાં પણ 200ની આસપાસ પોઝિટિવ આવતા હોય રેશિયો 15 થી 20 ટકા આવી રહ્યો છે. જેથી સ્થિતી ચિંતાજનક બની છે. આરોગ્ય ક્ષેત્રના જાણકારોએ જણાવેલું હતું કે, નિયંત્રણો અને કરફ્યુ હોવા છતાં જીલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બેદરકારી નડી રહી છે. સતત પાંચ દિવસથી 15 થી 20 ટકા કેસો આવી રહ્યાં છે તે ગંભીર બાબત છે.
વધુ વાંચો: ડાંગ જિલ્લામાં મે માસના બીજા સપ્તાહમાં પણ કોરોનાના રિકવરી રેટ અને મૃત્યુદરમાં થયો સુધારો
એક તરફ જિલ્લામાં મૃત્યુ આંક અટકવાનું નામ લેતો નથી. વેરાવળ સોમનાથમાં દરરોજ 15 થી 20 દર્દી મૃત્યુ પામે છે. સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા, તાલાલા સહિતના તાલુકાઓમાં ગામડાઓમાં મૃત્યુ આંક ખૂબ જ વધારે છે. પુરતી સારવાર પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે મળતી નથી. ગામડાઓમાં સારવારની વ્યવસ્થા ન હોય, જેથી દર્દી ગંભીર બને છે. બાદમાં સારવાર માટે પહોંચાડવામાં આવે છે. ત્યારે મોડું થઈ જાય છે જેથી મૃત્યુ પામતા હોય તેવું જાણવા મળે છે. વેરાવળ સોમનાથમાં નિયંત્રણો છે, પણ નિયમ નથી. તેથી વેપારીઓ દ્વારા પણ જિલ્લા કલેક્ટરને આવેદન આપી અને દુકાનો ખોલવાની માંગ કરી છે. જો અમુક વિસ્તારમાં અમુક દુકાનદારો ખુલ્લું રાખતા હોય તો નાના દુકાનદારોને અમુક કલાક દુકાનો ખોલવા દેવા રજૂઆત કરવામાં આવી છે.