ETV Bharat / state

વેરાવળની ઇમરાન ચીપાની ગેંગના ચાર સભ્યોના રાજકોટ સ્પેશિયલ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા - ગુજરાતમાં વધતો જતો ક્રાઈમ

ગીર સોમનાથ જિલ્‍લામાં વેરાવળની ઇમરાન ચીપાની ગેંગના ચાર સભ્‍યો સામે પ્રથમ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. ગુજસીટોકના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓને બુધવારે રાજકોટ ખાતે સ્‍પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગેંગના સુત્રઘારના 20 દિવસના અને બે સાગરીતોના 15-15 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

વેરાવળની ઇમરાન ચીપાની ગેંગના ચાર સભ્યોના રાજકોટ સ્પેશિયલ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

author img

By

Published : Mar 24, 2021, 8:29 PM IST

  • ચીપા ગેંગના પકડાયેલા સાગરીતોને 21 દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી
  • ગુજસીટોક ગુનાના ત્રણેય આરોપીઓના રિમાન્ડ મંજૂર
  • ત્રણેય આરોપીઓને રાજકોટ ખાતેની ગુજસીટોકની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
  • એક આરોપી હજૂ પોલીસ પકડથી દૂર

ગીર સોમનાથઃ જૂનાગઢ રેન્જના ત્રણ જિલ્‍લામાં પ્રથમ ગુજસીટોકનો ગુનો વેરાવળની ગેંગના મુખ્‍ય સુત્રઘાર સહિત ચાર સાગરીતો સામે નોંઘાયો હતો. છેલ્લા દસ વર્ષથી વેરાવળ સહિત જિલ્‍લામાં વેરાવળની ઇમરાન ચીપાની ગેંગ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરી રહી હતી. જેથી આ ગેંગના ચાર સાગરીતો સામે પોલીસ ચોપડે 22 જેટલા ખંડણી, લૂંટ, જમીન-મિલકત પચાવી પાડવા જેવા ગંભીર ગુનાઓ નોંઘાયેલા છે. જેથી ચારેય વિરૂદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GCTOC) એક્ટ-2015ની કલમ 3(1)ની પેટા (2), કલમ-3(2). કલમ-3(3), કલમ-3(4) તથા કલમ-1(5) મુજબ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ ગુજસીટોકના ગુનેગાર પૂર્વ પોલીસકર્મીએ સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન કર્યું

અન્ય એક આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા

પોલીસે ગુનાના આરોપીઓ ઇમરાન ઉર્ફે ચીપો રહેમાન મુગલ પટ્ટણી, વિરેન્દ્ર ઉર્ફે વીકી હિમંતરાય દવે, ઇમરાન ઉર્ફે રોક જુસબ માજોઠીયાને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીઘા હતા. જયારે અમીત ઉર્ફે બાવો યોગેન્દ્રભારથી ગૌસ્વામી નાસી ગયો હોવાથી તેને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

ગુજસીટોકની સ્પેશિયલ કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા

ચીપા ગેંગના પકડાયેલા સાગરીતોને 21 દિવસના રિમાન્ડની માંગણી સાથે રાજકોટ ખાતે ગુજસીટોકની સ્‍પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં ગેંગના મુખ્‍ય સુત્રઘાર ઇમરાન ઉર્ફે ચીપો રહેમાન મુગલ પટ્ટણીને 20 દિવસના જયારે વિરેન્દ્ર ઉર્ફે વીકી હિમંતરાય દવે અને ઇમરાન ઉર્ફે રોક જુસબ માજોઠીયાને 15-15 દિવસના રિમાન્ડ પર કોર્ટે આપ્યા હતા.

આ પણ વાંચોઃ સુરતમાં નાગોરી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કેસ દાખલ

રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થશે

રિમાન્ડ દરમિયાન ગેંગના સુત્રઘાર અને સાગરીતો પાસેથી તેમના દ્વારા આચરાયેલા ગુનાઓ અંગે તપાસ કરશે. ઉપરાંત આ ગેંગનું કોઇનું સંરક્ષણ હતુ કે કેમ ? ગેંગ કોના ઇશારે કામ કરતી જેવા અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસ પૂછપરછ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.