ETV Bharat / state

ગીર સોમનાથમાં પોલીસની બાઝ નજર, લોકડાઉનના અમલ માટે CCTV અને ડ્રોનના ઉપયોગ સાથે પોલીસ વડા મેદાને - ગીર સોમનાથમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ

કોરોના વાઇરસએ વિશ્વવ્યાપી મહામારી બન્યો છે. ગીર સોમનાથમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારે લોકડાઉનની ગંભીરતાને ધ્યાને લઇ તેનું પાલન ચુસ્ત પણે કરાવવા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી પોતે મેદાને ઉતર્યા છે.

ગીર સોમનાથમાં પોલીસની બાઝ નજર,
ગીર સોમનાથમાં પોલીસની બાઝ નજર,
author img

By

Published : Mar 29, 2020, 7:38 PM IST

ગીર સોમનાથઃ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકડાઉનનો ભંગ કરતા લોકો સામે હવે પોલીસે લાલ આંખ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ડ્રોન કેમેરા અને CCTV કંટ્રોલ રૂમ કાર્યરત કરી અને લોકડાઉનનો ભંગ કરનારને સજા કરવા પોલીસ સક્રિય બની છે.

લોકડાઉનના અમલ માટે CCTV અને ડ્રોનના ઉપયોગ સાથે પોલીસ વડા મેદાને

રૂટિન ડ્રાઈવ ઉપરાંત રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ગીર સોમનાથ પોલીસ દ્વારા નેત્રમ પ્રોજેક્ટ હેઠળ જિલ્લા કચેરી ઈણાજ ખાતે બનાવેલા કંટ્રોલ રૂમમાંથી જિલ્લા ભરના શહેરોમાં તેમજ જિલ્લા મુખ્યમથક વેરાવળમાં CCTV કેમેરા દ્વારા રાઉન્ડ ધ ક્લોક 24×7 બાજ નજર રાખવામાં આવી રહી છે.

ગીર સોમનાથમાં પોલીસની બાઝ નજર,
ગીર સોમનાથમાં પોલીસની બાઝ નજર,

જે પણ વિસ્તારમાં લોકો લોકડાઉનનો ભંગ કરતા દેખાઇ તો તેમનો ફોટો, એવીડન્સ, તારીખ, સમય અને લોકેશન સાથે સંબંધિત પોલિશ સ્ટેશનમાં મોકલી આપવામાં આવશે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે જ જે વિસ્તારમાં CCTV મોજુદ નથી, ત્યાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા ડ્રોન કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ કોરોનાની મહામારી સામેની લડાઈમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે તમામ મોરચે પોતાનું 100% આપી રહી છે. જેથી લોકડાઉનનું પાલન થઈ શકે અને કોરોનાની ઇન્ફેક્શનની ચેઇનને તોડી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.