ગીર સોમનાથ: ગીર સોમનાથના મુખ્યમથક વેરાવળમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે યુવાને ગેરવર્તન સાથે ફરજ રુકાવટ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો છે. બનાવ કંઈક એવો હતો કે, કોરોનાના પૉઝિટિવ કેસ આવેલા તે વિસ્તારમાં કોરોન્ટાઈન અને આરોગ્ય તપાસણીની કામગીરી કરતી ટીમ સાથે યુવાને ગેરવર્તન કરતા પોલીસે કડક વલણ અપનાવી તેની ધરપકડ કરી છે.
સરફરાજ કાદરી નામના શખ્સે આરોગ્યની ટીમને કામગીરી કરતાં અટકાવી હતી, ત્યારે વેરાવળ તાલુકા હેલ્થ ઓફિસરે આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે જિલ્લા પોલીસ અધિક્ષકે અંગત રસ દાખવી અને પોલીસે આ બનાવના આરોપી સરફરાઝ કાદરી નામના શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસે સરફરાજ કાદરી નામના શખ્સ સામે ફરજ રુકાવટ, એપિડેમીક એકટ, તેમજ ડિઝાસ્ટર એકટ મુજબ ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. ત્યારે આરોગ્ય વિભાગ કે સરકારી તંત્ર સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કેટલું ભારે પડી શકે છે તેનો ગીર સોમનાથ પોલીસે પરચો આપ્યો હતો.