સોમનાથ: પંજાબના પ્રવાસમાં (lapse in security of PM Modi) ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુક હોવાની સામે (PM Security Breach) આવેલી સનસનીખેજ વિગતો બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપોનું યુદ્ધ શરૂ થયુ છે. ત્યારે વડાપ્રધાન મોદીના લાંબા આયુષ્ય માટે સોમનાથમાં મહામૃત્યુંજય મંત્ર જાપ અને મહાપૂજા કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા કરાયું મહાપૂજાનુ આયોજન
જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્થાનીક ભાજપના અગ્રણી એવા પ્રદેશ ભાજપ સંગઠન પ્રધાન ઝવેરીભાઈ ઠકરાર, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, પાલીકા પ્રમુખ પીયૂષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ કપીલ મહેતા, શહેર પ્રમુખ દેવભાઈ ધારેચા, ભરત ચોલેરા સહિત નગરસેવકો, કાર્યકર્તાઓએ સોમનાથ મહાદેવની મહાપુજા અને મહામૃત્યુંજય મંત્ર જાપની પૂજા કરી પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાન મોદી ઉપર હુમલો કરવાના કોંગ્રેસ પર આક્ષેપ
આ તકે પ્રદેશ પ્રધાન ઝવેરીભાઈ ઠકરારએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન મોદી ઉપર હુમલો કરવાના કોંગ્રેસના ઈરાદાઓ હોવાથી તેમની સુરક્ષામાં ચુક દાખવી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સોમનાથ મહાદેવ સદબુદ્ધિ આપે તેવી ભાજપ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પણ વાંચો:
PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના