- ભાવનગર-સોમનાથ હાઈવેનું કામ કોન્ટ્રાક્ટના સમય કરતા બમણા સમયે પણ અધૂરું
- હાઇવે નજીકનું કાજલી ગામ બન્યું ધૂળીયુ ગામ
- રસ્તાના નવીનકરણ કરવાની લોકોની માગ
ગીર સોમનાથઃ યાત્રાધામ સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે છેલ્લા 4 વર્ષથી મંજુર થયો છે. જમીનો સંપાદન કરી લેવાય છે. એ કામતો મંદ ગતીથી ચાલે છે પરંતુ હાલ જે રસ્તો હયાત છે તેની સ્થીતી દયા જનક છે. દીવાળી પર્વે અનેક યાત્રીકો આ પરેશાની ભોગવી ચુક્યાં છે. તો આ રસ્તા પર અનેક વેપારીઓ રહીશો ધુળની ડમરીઓથી ત્રાહીમામ છે. દુકાનો, મકાનોમાં દીવસ રાત સતત ધુળ ઊડી રહી છે. જેથી લોકોને કોરોના સમયે જ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો ઊધરસ, શરદી, તાવ વગેરે આ ભારે ધુળના કારણે ભોગવી રહ્યા છે. તો તંત્ર 4 વર્ષથી આ સમસ્યા ઊકેલી રહ્યું નથી. નબળું પેચ વર્ક કરી અને ફરજ બજાવ્યાનો તંત્ર અહેસાસ કરે છે.
ત્યારે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કાજલી ગામના લોકોની સમસ્યાનો ઉકેલ આવે છે કે પછી કાજલી ગામ આમ જ ધૂળના સામ્રાજ્ય વચ્ચે જીવતા શીખી જાય છે.