ETV Bharat / state

ગીર સોમનાથના આ ગામમાં પ્રવેશતાં જ લોકો ઓટોમેટીક થાય છે સેનિટાઈઝ...

કોરોના વાઈરસ સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે દેશભરમાં ત્રીજા તબક્કામાં 17 મે સુધી લોકડાઉન અમલમાં મૂકાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઈરસ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર અને આરોગ્ય શાખાની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

people automatically sanitized after entering in this village
ગીર સોમનાથના આ ગામમાં પ્રવેશતાં જ લોકો ઓટોમેટીક થાય છે સેનિટાઈઝ...
author img

By

Published : May 7, 2020, 6:39 PM IST

ગીર સોમનાથ: કોરોના વાઈરસ સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે દેશભરમાં ત્રીજા તબક્કામાં 17 મે સુધી લોકડાઉન અમલમાં મુકાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઈરસ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર અને આરોગ્ય શાખાની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

people automatically sanitized after entering in this village
ગીર સોમનાથના આ ગામમાં પ્રવેશતાં જ લોકો ઓટોમેટીક થાય છે સેનિટાઈઝ...

પોલીસ તંત્ર જિલ્લાભરમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવવામાં કટિબધ્ધ છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા ગામોમાં સેનિટાઈઝરનો છંટકાવ અને ગામના પ્રવેશદ્રાર પાસે સેનિટાઈઝ મશીન મૂકવામાં આવ્યા છે.

બાદલપરા ગામના રહેવાસી ધારાસભ્ય ભગવાનભાઇ બારડે જણાવ્યું હતું કે, બારડ પરિવારના સહયોગથી બાદલપરા ગામના પ્રવેશદ્રાર પાસે સેનિટાઈઝ સ્પ્રે ટનલ કાર્યરત કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમ્યાન કાર્યરત આ ટનલમાંથી પ્રવેશતા જ લોકો ઉપર ઓટોમેટીક સેનિટાઈઝરનો છંટકાવ થાય છે. ગામના પ્રવેશદ્રાર પાસે જ સેવાભાવી યુવકો 24 કલાક ફરજ બજાવે છે. બહારના વ્યક્તિ માટે ગામમાં પ્રવેશબંધી છે. આ ગામનો વતની અન્ય જિલ્લામાંથી આવતા તેને ગામમાં પ્રવેશ આપતા પહેલા 14 દિવસ બાદલપરા ગામની બહાર હોમ કોરોન્ટાઈનમાં રાખવામાં આવે છે. ગામમાં જરૂરીયાતમંદ લોકોને બે વખત અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ત્યારે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન અમલમાં આવતા આ ગામમાં બહારના વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. ગામમાં આવતા પહેલા દરેક લોકોને સેનિટાઈઝર ટનલમાંથી પસાર થવું પડે છે. ગામના મહિલા સરપંચ ભાવનાબેન બારડ દ્વારા આ નિયમોનું મહિલાઓની મદદથી પાલન કરાવાઈ રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોની આ જાગૃતિએ જ ગામડાઓમાંથી કોરોનાને દૂર રાખ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.