ગીરસોમનાથ: એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગીરસોમનાથમાં ખરીદાયેલી ટેકાના ભાવની મગફળી વહીવટી તંત્રની નિષ્ક્રિયતાના કારણે ભગવાન ભરોસે પડી છે. ભુતકાળમાં 2 વખત આજ મેદાનમાં સરકારની ખરીદાયેલી મગફળીની ગુણો પલળવા પામી હતી, ત્યારે ત્રીજી વખત અગાહી બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. હજારો મગફળીની ગુણીઓ ખુલ્લા મેદાનમાં આભ તળે રાખવામાં આવી છે.
જ્યારે Etv ભારતની ટીમ યાર્ડમાં તપાસ કરવા પહોંચી હતી, ત્યારે કર્મચારીઓ દ્વારા મગફળીને પ્લાસ્ટિક વડે ઢાંકીને ફરજ નિભાવ્યાનો સંતોષ માનવામાં આવ્યો હતો. ત્યારે જો વરસાદ થાય તો સરકાર પુરવઠા તંત્રની એ રીતે ઝાટકણી કાઢી શકશે. જે રીતે પુરવઠા તંત્ર ખેડૂતોને જવાબ આપે છે તે જોવું રસપ્રદ રહેશે.
![વેરાવળ યાર્ડમાં હજારો ગુણી મગફળી ભગવાન ભરોસે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5869697_sss.jpg)
![વેરાવળ યાર્ડમાં હજારો ગુણી મગફળી ભગવાન ભરોસે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5869697_ddd.jpg)