ETV Bharat / state

સોમનાથમાં આજથી પાસ વ્યવસ્થા ફરજિયાતઃ જાણો કઈ રીતે થશે દર્શન - સોમનાથ મહાદેવ દર્શન

પવિત્ર શ્રાવણ માસનો સમય છે, ત્યારે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પાવન તીર્થ એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રાંગણમાં સીમિત ભક્તોને દર્શન હેતુ આવવાની મંજૂરી આપવામાં આવી રહી છે. પોલીસ અને ભક્તો વચ્ચે ઘર્ષણ ટાળવા માટે ટ્ર્સ્ટે ફરજિયાત પાસ સિસ્ટમ અમલી બનાવી છે. કોરોના ગાઈડ લાઈન્સનું અમલીકરણ કરવા માટે અને સૌને અનુકૂળતા રહે તે પ્રકારે પહેલાં મંદિરની બહારથી પાસ લઇને જ મંદિર પરિસરમાં પ્રવેશ કરી શકાય તેવી વ્યવસ્થા આજથી ગોઠવાઈ છે. જેમાં દરરોજ નવા રંગના પાસ અપાશે જેથી કોઇ નકલી પાસ બનાવી ન શકે.

સોમનાથમાં આજથી પાસ વ્યવસ્થા ફરજિયાતઃ જાણો કઈ રીતે થશે દર્શન

author img

By

Published : Jul 25, 2020, 1:55 PM IST

સોમનાથ: શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમનાથમાં યાત્રીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાસ સિસ્ટમ ફરજીયાત કરવામાં આવી છે. જેમાં સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવતાં તમામ યાત્રીઓ એ પેહલા બહારથી પાસ લઈને જ મંદિરમાં પ્રવેશ કરી શકશે.

સોમનાથમાં આજથી પાસ વ્યવસ્થા ફરજિયાતઃ જાણો કઈ રીતે થશે દર્શન

શ્રદ્ધાળુઓ આ પાસ સિસ્ટમને આવકારી રહ્યાં છે અને કોરોનામુક્ત દર્શન કરવા માટેની ટ્રસ્ટની વ્યવસ્થાને બિરદાવી રહ્યાં છે. કેન્દ્રસરકારની ગાઈડલાઇન્સને અનુસરવા માટે તૈયારી બતાવી રહ્યાં છે. ભગવાન સોમનાથને પ્રાર્થના કરી રહ્યાં છે કે, મહાદેવ ભારત દેશ અને વિશ્વને કોરોનામુક્ત કરે. તો મંદિરના દર્શન પાસમાં રોજ નવા કલરના શાહી-સિક્કાવાળા પાસ બનાવાયાં છે, જેથી કોઈ નકલી પાસનો ઊપયોગ ન કરી શકે. ઓનલાઈન દર્શન કરવા માટે ભાવિકો મોબાઈલ પર સ્લોટ બૂકિંગ બતાવી અને મોબાઈલ ક્લોકરૂમમાં મૂકી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.