ગીર સોમનાથઃ જિલ્લામાં ગીર બોર્ડર નજીકના ગામડાઓમાં સીંહ અને દીપડાઓએ લોકોમાં ફફડાટ મચાવ્યો છે. વન્ય પ્રાણીઓ રાત્રે ગામડાઓમાં ઘુસી પશુઓનો શિકાર કરે છે, જિલ્લાના વિરપુર ગામે ગુરૂવારે સમી સાંજે દીપડાએ એક નિવૃત શિક્ષકને ફાડી ખાધો હતો. માનવભક્ષી સીંહ-દીપડાઓથી લોકોમાં ભય ફલાયો છે. જોકે વન વિભાગે પિંજરા મુકીને માનવભક્ષી સીંહ-દીપડાઓને પકડવાની કામગીરી હાથ ધરી છે.
જિલ્લામાં ગીર બોર્ડર નજીકના ગામોના લોકો એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ માનવભક્ષી સીંહ-દીપડાઓથી પિંસાય રહ્યા છે. ગીરના ગામોમાં વીરપુર, ધાવા, માધુપુર, કુકરાસ, મોરૂકા,સુરવા સહિત અનેક ગામો જે ગીર જંગલની બોર્ડર નજીક આવેલા છે તે ગામોમાં દિવસે અને રાત્રે સીંહ અને દીપડાની દહેશત વધી છે. વીરપુર ગામે ગુરૂવારે દીપડાએ એક નિવૃત શિક્ષક લક્ષ્મીદાસ સુરેજાને તેમના આંબાના બગીચામાં જ મોતને ઘાટ ઊતાર્યા હતો.
આ ગામોમાં સમી સાંજ બાદ સીંહો ગામ વચ્ચે ઘુસી પશુઓનો શિકાર કરી રહ્યા છે. તો ચોમાસામાં જંગલ વીસ્તારોમાં ઘાંસના કારણે સીંહ-દીપડાઓને જીવજંતુઓની પરેશાની હોય ત્યારે તેઓ ગ્રામ્ય વીસ્તારોમાં શિકારની શોધ માં ઘુસી આવે છે. જેથી લોકો દિવસે અને રાત્રે ખેતરોમાં કામ કરવા જતાં પણ ડરે છે અને લોકો સરકાર અને વનતંત્રને આ સમસ્યામાંથી મુક્ત કરવા વીનંતી કરી રહ્યા છે.
વન વિભાગના અધિકારી સાથે ETV ભારતે દ્વારા થયેલી ટેલિફોનિક ચર્ચા દ્વારા મળેલી માહિતી મુજબ આવા માનવભક્ષી પ્રાણીઓની ફરીયાદ મળતાં પિંજરા ગોઠવી તેને પકડવા વન વિભાગ મહેનત કરી રહ્યુ છે,અને મૃતકના પરિવારને વહેલી તકે વળતર મળે તેવી બાંહેધરી આપી હતી.