ગીર સોમનાથ : સરદાર પટેલના સ્વપ્ન સમા ભારતના ગૌરવ એવા સોમનાથ મંદીરને આજે વીશ્વભરના ભાવીકો નતમસ્તકે નમન કરે છે તો આજે સ્થાપીત સોમનાથ મંદીરનો સતત કાયા કલ્પ થઈ રહ્યો છે. અત્યાધુનીક સુવીધાઓ વધારાય રહી છે, ત્યારે વીશ્વભરના અહી આવનારા યાત્રીકોને સોમનાથનો ગૌરવપુર્ણ ભુતકાળ પણ નજરે પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્રારા અત્યાધુનીક મ્યુઝીયમ બનાવ્યું છે.
કેન્દ્રની પ્રસાદ સ્કીમ હેઠળ સોમનાથમાં 11 કરોડ ના ખર્ચે ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર બનાવાયું છે. જેમાં રહેવા જમવા સાથે લાઈબ્રેરી ઉપરાંત અદ્યતન મ્યુઝીયમ બનાવાયું છે. જેમાં ઈસ 10મી, 11મી અને 12મી સદીના સોમનાથ મંદીરના જીર્ણ અવશેેષો પણ રખાયા છે. જેમાં તે સમયના દેવી દેવતાઓની મુર્તીઓ સ્થાપત્યો શિલ્પોનો પ્રાચીન ખજાનો કહી શકાય તે પૌરાણીકતાને અત્યાધુનીક મ્યુઝીયમમાં રખાય છે. જેમાં ખાસ લાઈટીંગ તેની વીગત અને ક્રમશ દેવી દેવતાઓ અશ્વો હાથીઓ મુર્તીઓને લોકો જાણી શકે જોઈ શકે. તેવા માહીતી સભર લેખો સાથે અહી રાખવામાં આવેલા છે.
આ તકે સોમનાથમાં આવનારી પેઢી આપણી સંસ્કૃતિને જાણે એને ખ્યાલ આવે કે સર્જન એ આપણી પ્રકૃતિમાં વસેલું છે. ભારતની સહિષ્ણુતાના દર્શન કરી શકે તેવા આશયથી આ મ્યૂઝીયમ બનાવાયું છે.