ETV Bharat / state

ગીરસોમનાથના 40થી વધુ ગામો બિસ્માર હાઇવેથી પરેશાન...

ગીરસોમનાથ: જિલ્લાને ભાવનગર સાથે જોડતો હાઇવે છેલ્લા 2 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે. જેના કારણે આસપાસના ગામનાઓને ધૂળ અને ખાડા વચ્ચેથી સફર કરવાની ફરજ પડી રહી છે, ત્યારે દરેક રીતે રજુઆત કરી હાલમાં તો જનતા રસ્તો બનશે કે કેમ તેવા નિરાશાના માહોલમાં જીવી રહી છે.

author img

By

Published : Nov 21, 2019, 6:46 AM IST

બિસ્માર હાઇવેથી સ્થાનિકો પરેશાન

સામાન્ય રીતે જ્યારે પણ કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીનું ભાષણ સાંભળીએ ત્યારે એક વાતનો ઉલ્લેખ ચોક્કસથી જોવા મળે છે કે સરકાર દ્વારા ભૂતકાળમાં બનતા માર્ગની સરખામણીમાં રસ્તાઓ બમણી ઝડપે બની રહ્યા છે. જેમાં લોકો તાળીઓ પણ ખૂબ પાડે છે પણ ગીરસોમનાથ જિલ્લોએ ઝડપી રસ્તાઓ વાળી સ્કીમમાંથી બાકાત હોય તેમ લાગી રહ્યું છે. જેમાં ગીરસોમનાથ અને ભાવનગરને જોડતો નેશનલ હાઇવે અંદાજે 3 વર્ષ પહેલાં ફોરટ્રેક સ્વરૂપમાં મંજુર કરવામાં આવ્યો છે. પણ નેશનલ હાઇવે ઓથોરિટીના વાયુ વેગે ચાલતા પ્રચાર વચ્ચે આ રસ્તો બનવાની પ્રક્રિયા કીડી વેગે ચાલી રહી છે. જેના કારણે રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે.

બિસ્માર હાઇવેથી સ્થાનિકો પરેશાન

આસપાસના 40થી વધુ ગામના લોકોનો આક્ષેપ છે કે રસ્તાઓની કાર્યવાહી બેદરકારી ભરી કરવામાં આવી છે. એટલુ જ નહિ પણ ખાનગી ઉદ્યોગના ઓવર લોડેડ વાહનો ગામલોકોના મતે રસ્તો બગડવાનું મુખ્ય કારણ છે, ત્યારે ગામલોકોના મતે એમ્બ્યુલન્સ દુર્ગમ રસ્તાના કારણે સમયસર નથી પહોંચી શકતી અને રસ્તાની ધૂળની ડમરીઓના કારણે બાઇક ચાલકો તેમજ રોડ નજીક ખેતી કરતા ખેડૂતોને પણ આ રસ્તાના કારણે ખુબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે જનતા બિચારી બની અને કોઈ સાંભળવા વાળું ન હોય તેવી લાગણી અનુભવી રહી છે.

Intro:
ગીરસોમનાથ ને ભાવનગર સાથે જોડતો હાઇવે છેલ્લા2 વર્ષ થી અતિજ બિસમાર બન્યો છે. જેના કારણે આસપાસના ગામ વાસીઓ ને ધૂળ અને ખાડા વચ્ચે સફર કરવા ફરજ પડી છે. ત્યારે દરેક રીતે રજુઆત કરી જનતા રસ્તો બનશે કે કેમ તેવા નિરાશા ના માહોલ માં જીવી રહી છે.Body:સામન્ય રીતે જ્યારે પણ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી નું ભાષણ સાંભળીએ ત્યારે એક વાત નો ઉલ્લેખ ચોક્કસ થી જોવા મળે છે કે સરકાર દ્વારા ભૂતકાળમાં બનતા માર્ગ ની સરખામણીમાં રસ્તાઓ બમણી ઝડપે બની રહ્યા છે. લોકો તાળીઓ પણ ખૂબ પાડે છે પણ ગીરસોમનાથ જિલ્લો એ ઝડપી રસ્તાઓ વાળી સ્કીમ માંથી બાકાત હોય તેમ લાગી રહ્યું છે.
ગીરસોમનાથ અને ભાવનગર ને જોડતો નેશનલ હાઇવે અંદાજે 3 વર્ષ પહેલાં ફોરટ્રેક સ્વરૂપમાં મંજુર કરવામાં આવ્યો છે. પણ નેશનલ હાઇવે ઓથોરિટી ના વાયુ વેગે ચાલતા પ્રચાર વચ્ચે આ રસ્તો બનવાની પ્રક્રિયા કીડી વેગે ચાલી રહી છે. જેના કારણે રસ્તા ઉપર ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળે છે.Conclusion:આસપાસના 40 થી વધુ ગામના લોકો નો આરોપ છે કે રસ્તાઓ ની કાર્યવાહી બેદરકારી ભરી કરવામાં આવી છે. એટલુંજ નહિ પણ ખાનગી ઉદ્યોગ ના ઓવર લોડેડ વાહનો ગામલોકો ના મતે રસ્તો બગડવાનું મુખ્ય કારણ છે. ત્યારે ગામ વાસીઓ ના મતે એમ્બ્યુલન્સ દુર્ગમ રસ્તા ના કારણે સમયસર નથી પહોંચી શકતી અને રસ્તા ની ધૂળ ની ડમરીઓ ના કારણે બાઇક ચાલકો તેમજ રોડ નજીક ખેતી કરતા ખેડૂતો ને પણ આ રસ્તા ના કારણે ખુબજ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે જનતા બિચારી બની અને કોઈ સાંભળવા વાળું ના હોય તેવી લાગણી અનુભવી રહી છે.

ખેડૂતો સાથે ચોપાલ કરી છે.
નામમાં સ્થાનિક/ખેડૂત લખી શકો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.