ETV Bharat / state

Mango Production in Gir Somnath: વાવાઝોડાની અસરના કારણે ગીરમાં કેરીનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા

ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોનું માનવું (Mango production in Gir Somnath )છે કે આ વર્ષે કેરી એક મહિનો બજારમાં મોડી આવશે. ગીરમાં કેસર કેરીનો (kesar mango)મબલખ પાક ઉત્પાદન થાય છે. ગતવર્ષ આવેલા વાવાઝોડાના કારણે કેસર ના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ઉના, ગીર ગઢડા સહિત અનેક વિસ્તારોમાં કેસર કેરીના ઝાડને નુકશાન થયું છે. જેના કારણે આ વર્ષ કેસર ગત વર્ષની તુલનાએ 50 ટકા જ ઉત્પાદન થાય તેવું ખેડૂતોનું કહેવું છે.

Mango Production in Gir Somnath: વાવાઝોડાની અસરના કારણે ગીરમાં કેરીનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા
Mango Production in Gir Somnath: વાવાઝોડાની અસરના કારણે ગીરમાં કેરીનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા
author img

By

Published : Mar 24, 2022, 2:46 PM IST

ગીર સોમનાથઃ કેસર કેરીના રસિકો માટે ગીરમાંથી માઠા (Mango production in Gir Somnath )સમાચાર આવ્યા છે. ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદના(Unseasonal rains) કારણે કેરીનું ઉત્પાદન ઘટવાની ધારણા સાથે એક માસ કેરી મોડી આવવાની પણ સંભાવના છે. તેથી કેરી રસિકોને આ વર્ષે બમણા રૂપિયા ચૂકવવા પડી શકે છે. ગત વર્ષે વાવાઝોડાના લીધે

આંબાને થયેલા નુકસાનને કારણે ચાલુ વર્ષે
કેસર કેરીના ઉત્પાદનમાં 40 ટકા સુધી ઘટાડો થવાની શક્યતા છે.

ગત વર્ષની તુલનાએ 50 ટકા ઉત્પાદન થાય તેવું અનુમાન - કેસર કેરી પકવતા ગીરના ખેડૂત જગદીશભાઈ રંગારાના કહેવા પ્રમાણે ફ્ળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરી કદાચ આગામી મહિનામાં ફ્રૂટની બજારમાં એન્ટ્રી કરશે. પરંતુ આ વર્ષ કેસર કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે. અને ગીરમાં કેસર કેરીનો મબલખ પાક ઉત્પાદન થાય છે. પરંતુ ગતવર્ષ આવેલા તાઉતે વાવાઝોડાના કારણે કેસર ના પાકને મોટા પ્રમાણમાં (Diseases in mango)નુકશાન થયું છે. ઉના, ગીર ગઢડા સહિત અનેક વિસ્તારોમાં કેસર કેરીના ઝાડ તહેસ નહેસ થઈ ગયા હતા. જેના કારણે આ વર્ષ કેસર ગત વર્ષની તુલનાએ 50 ટકા જ ઉત્પાદન થાય તેવું ખેડૂતોનું કહેવું છે. તો તલાલામાં પણ ભારે નુકશાન થયું છે. જેના કારણે આ વર્ષ કેસરના પાક ઓછો આવશે.સાથે મધીયો નામનો રોગ પણ પાક ઓછો આવવામાં કારણભુત બનશે.

આ પણ વાંચોઃ છેલ્લા 5 વર્ષથી હવામાનની પ્રતિકૂળતા અને કમોસમી વરસાદનો માર સહન કરી રહી છે કેસર કેરી

સિઝન એક મહિનો મોડી કેરી આવે - તો અન્ય ખેડૂત અનિલ ભાઈ ના જણાવ્યા મુજબ વાવાઝોડા બાદ અન્ય કારણે પણ કેસરનું ઉત્પાદન ઘટ્યું છે. વાતાવરણમાં સતત પલટો કમોસમી વરસાદ અને મધીયો સહિતના રોગોના કારણે કેસર ના પાકને ખૂબ જ નુકશાન થયું છે. તો આ વર્ષ એક મહિનો પાછોતરું આવરણ પણ છે એટલે કે સિઝન એક મહીનો મોડી છે. અનેક બગીચાઓમાં મોટી ખાખડીઓ થઈ છે તો અનેક બગીચાઓમાં હજુ ફલાવરિંગ છે. જેના કારણે આ વર્ષ સિઝન આગળ પાછળ પણ થઈ શકે છે. મોટાભાગનું ફ્લાવરિંગ બળી ગયું છે. જેના કારણે કેસર કેરીના ભાવ ખુબજ મોંઘા હોય શકે છે. ગતવર્ષે એક બોક્સ 500 થી 700 રૂપિયા વહેંચાતું હતું તે આ વર્ષ બમણાં ભાવથી વેચવાની શક્યતાઓ છે. એટલે કે આ વર્ષ 10 કિલો કેસરના બોક્સના 1200થી 1500 રૂપિયા ભાવ રહેવાનું ખેડૂતો કહી રહ્યા છે. જ્યારે ચોમાસું વહેલું સક્રિય થયું તો પણ કેસર કેરીના પાકને ભારે નુકશાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

કમોસમી વરસાદ થશે વધુ નુકશાન થવાની પણ શક્યતા - ગીર સોમનાથ જિલ્લાના બાગાયત અધિકારી રણજીતસિંહ બારડના જણાવ્યા પ્રમાણે જયારે સમગ્ર બાબતે બાગાયત અધિકારી પણ આ વર્ષે ગતવર્ષોની તુલનાએ કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાઓ સેવી રહ્યા છે. પણ ભાવમાં એટલો વધારો નહિ થાય. બોક્સના 700 થી 900 રૂપીયા આસપાસ ભાવ રહેવાની શક્યતા છે. કમોસમી વરસાદ થશે તો કેરીના પાકને વધુ નુકશાન થવાની પણ શક્યતા છે.

આ પણ વાંચોઃ kesar mango of Junagadh: ગીરના આંબામાં મોર આવવાની સાથે રોગચાળો જોવા મળતા ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા

ગીર સોમનાથઃ કેસર કેરીના રસિકો માટે ગીરમાંથી માઠા (Mango production in Gir Somnath )સમાચાર આવ્યા છે. ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદના(Unseasonal rains) કારણે કેરીનું ઉત્પાદન ઘટવાની ધારણા સાથે એક માસ કેરી મોડી આવવાની પણ સંભાવના છે. તેથી કેરી રસિકોને આ વર્ષે બમણા રૂપિયા ચૂકવવા પડી શકે છે. ગત વર્ષે વાવાઝોડાના લીધે

આંબાને થયેલા નુકસાનને કારણે ચાલુ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં 40 ટકા સુધી ઘટાડો થવાની શક્યતા છે.

ગત વર્ષની તુલનાએ 50 ટકા ઉત્પાદન થાય તેવું અનુમાન - કેસર કેરી પકવતા ગીરના ખેડૂત જગદીશભાઈ રંગારાના કહેવા પ્રમાણે ફ્ળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરી કદાચ આગામી મહિનામાં ફ્રૂટની બજારમાં એન્ટ્રી કરશે. પરંતુ આ વર્ષ કેસર કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે. અને ગીરમાં કેસર કેરીનો મબલખ પાક ઉત્પાદન થાય છે. પરંતુ ગતવર્ષ આવેલા તાઉતે વાવાઝોડાના કારણે કેસર ના પાકને મોટા પ્રમાણમાં (Diseases in mango)નુકશાન થયું છે. ઉના, ગીર ગઢડા સહિત અનેક વિસ્તારોમાં કેસર કેરીના ઝાડ તહેસ નહેસ થઈ ગયા હતા. જેના કારણે આ વર્ષ કેસર ગત વર્ષની તુલનાએ 50 ટકા જ ઉત્પાદન થાય તેવું ખેડૂતોનું કહેવું છે. તો તલાલામાં પણ ભારે નુકશાન થયું છે. જેના કારણે આ વર્ષ કેસરના પાક ઓછો આવશે.સાથે મધીયો નામનો રોગ પણ પાક ઓછો આવવામાં કારણભુત બનશે.

આ પણ વાંચોઃ છેલ્લા 5 વર્ષથી હવામાનની પ્રતિકૂળતા અને કમોસમી વરસાદનો માર સહન કરી રહી છે કેસર કેરી

સિઝન એક મહિનો મોડી કેરી આવે - તો અન્ય ખેડૂત અનિલ ભાઈ ના જણાવ્યા મુજબ વાવાઝોડા બાદ અન્ય કારણે પણ કેસરનું ઉત્પાદન ઘટ્યું છે. વાતાવરણમાં સતત પલટો કમોસમી વરસાદ અને મધીયો સહિતના રોગોના કારણે કેસર ના પાકને ખૂબ જ નુકશાન થયું છે. તો આ વર્ષ એક મહિનો પાછોતરું આવરણ પણ છે એટલે કે સિઝન એક મહીનો મોડી છે. અનેક બગીચાઓમાં મોટી ખાખડીઓ થઈ છે તો અનેક બગીચાઓમાં હજુ ફલાવરિંગ છે. જેના કારણે આ વર્ષ સિઝન આગળ પાછળ પણ થઈ શકે છે. મોટાભાગનું ફ્લાવરિંગ બળી ગયું છે. જેના કારણે કેસર કેરીના ભાવ ખુબજ મોંઘા હોય શકે છે. ગતવર્ષે એક બોક્સ 500 થી 700 રૂપિયા વહેંચાતું હતું તે આ વર્ષ બમણાં ભાવથી વેચવાની શક્યતાઓ છે. એટલે કે આ વર્ષ 10 કિલો કેસરના બોક્સના 1200થી 1500 રૂપિયા ભાવ રહેવાનું ખેડૂતો કહી રહ્યા છે. જ્યારે ચોમાસું વહેલું સક્રિય થયું તો પણ કેસર કેરીના પાકને ભારે નુકશાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

કમોસમી વરસાદ થશે વધુ નુકશાન થવાની પણ શક્યતા - ગીર સોમનાથ જિલ્લાના બાગાયત અધિકારી રણજીતસિંહ બારડના જણાવ્યા પ્રમાણે જયારે સમગ્ર બાબતે બાગાયત અધિકારી પણ આ વર્ષે ગતવર્ષોની તુલનાએ કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાઓ સેવી રહ્યા છે. પણ ભાવમાં એટલો વધારો નહિ થાય. બોક્સના 700 થી 900 રૂપીયા આસપાસ ભાવ રહેવાની શક્યતા છે. કમોસમી વરસાદ થશે તો કેરીના પાકને વધુ નુકશાન થવાની પણ શક્યતા છે.

આ પણ વાંચોઃ kesar mango of Junagadh: ગીરના આંબામાં મોર આવવાની સાથે રોગચાળો જોવા મળતા ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.