ગીર સોમનાથઃ વાત કરવામાં આવે તો ફળોનો રાજા કેહવાતી કેસર કેરી ન માત્ર ગુજરાત, પરંતુ દેશ વિદેશની અંદર પ્રસિદ્ધ છે અને તેમાં પણ તાલાલા ગીરની કેસર કેરી અલગ જ સ્થાન ધરાવે છે. પરંતુ ગત વર્ષે લાંબુ ચાલેલું ચોમાસુ અને ત્યારબાદના કમોસમી માવઠાઓના કારણે કેરીના ઉત્પાદનની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે.
અગાઉ ખેડૂતોએ વિનંતી કરી અને સરકારને કેરીનો પાક પાકવીમાની અંદર લાવવા માટે રાજી પણ કરી હતી. પરંતુ એક વર્ષ વીમો મળ્યા બાદ પરિસ્થિતિ ફરીથી એની એ જ રહી છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો આ વર્ષે કેરીનું ખૂબ જ ઓછા પ્રમાણમાં વેચાણ જોઈ રહ્યા છે. "ત્યારે નફો આપતી કેસર કેરી હવે ખેડૂતો માટે ઘાટાનો સોદો બની રહી છે" ત્યારે અમુક ખેડૂતો એટલે સુધી પરેશાન થયા છે કે તેઓ પોતાના આંબાના બગીચા ઉપર કરવત હલાવવાની પરિસ્થિતિમાં મૂકાયા છે.
![ગીરની કેસર કેરીના ખેડૂતોની કેરીને પાકવીમામાં સમાવવાની માંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gsm-bagayatvimamang-7202746_04052020181500_0405f_1588596300_1012.jpg)
ત્યારે કેસર કેરીના ખેડૂતો સરકાર પાસે ફરી વખત કેરીને પાક વીમાની અંદર આવરવા વિનંતી કરી રહ્યા છે. ત્યારે કોરોનાની મહામારીનું લોકડાઉન અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઠપ્પ હોવાથી ખેડૂતો માટે આ વર્ષે કેરી ચોક્કસથી કડવી બનશે તેવું લાગી રહ્યું છે.