ગીરસોમનાથઃ જિલ્લાના કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામમાં સિંહે (Lion Terror in Gir Somnath) એક યુવક પર હુમલો (Lion attack on a youth in Panch Pipalwa village) કર્યો હતો. તેના કારણે યુવકને માથા અને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત યુવકને સારવારઅર્થે કોડીનાર દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
વન વિભાગે 2 સિંહને કર્યા કેદ - આ હુમલા પછી વન વિભાગ સતર્ક (Forest department alert in Girsomnath) બન્યું છે અને વન વિભાગે પાંજરા મૂકી 2 સિંહને કેદ કર્યા છે. કોડીનાર પંથકના અમુક ગામોમાં સિંહ, દિપડા અને જંગલી ભૂંડનો ત્રાસ હોવાથી ખેડૂતો મુશ્કેલી સાથે ભયના ઓથર હેઠળ (Lion Terror in Gir Somnath) જીવી રહ્યા છે.
ખેડૂતોમાં ભયનો માહોલ- ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામના 20 વર્ષીય ખેડૂત પૂત્ર પર સિંહે હુમલો કર્યો હતો. જોકે, યુવકને માથા અને કમરમાં ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેને કોડીનાર હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયો છે. આ ઘટના બાદ ખેડૂતોમાં ભયની લાગણી (Lion Terror in Gir Somnath) પ્રસરી ગઈ છે. જ્યારે વનવિભાગ પણ સતર્ક (Forest department alert in Girsomnath) બન્યું છે.
સિંહ હુમલો કરવા છુપાઈને બેઠો હતો - આ અંગે મળતી માહિતી અનુસાર, કોડીનારના પાંચ પીપળવા ગામના ખેડૂત યુવાન યુવરાજસિંહ મનુભાઈ ડોડીયા (ઉ.વ.20) ગઈકાલે બપોરના સમયે ગામની સીમમાં આવેલા તેમના ખેતરે ગયો હતો. જ્યાં પોતાના ઢોરને બાજુમાં આવેલી ગૌચર જમીનમાં ચરાવવા ઢોરવાડામાંથી બહાર કાઢી લઈ ગયો હતો. તે સમયે ત્યાં એક વિકરાળ સિંહ ઘાત લગાવીને શિકાર કરવા બાજુના બાવળનાં ઝૂંડમાં છુપાઈને (Lion Terror in Gir Somnath) બેઠો હતો.
યુવકે સિંહને ફેંક્યો પડકાર - તે દરમિયાન આ યુવાન ઢોર સાથે ત્યાં નજીક પહોચતા જ સિંહ ઢોરનું મારણ કરવા પાછળ દોડ્યો હતો. ત્યારે યુવરાજે રાડો પાડી સિંહને ઢોરનો શિકાર કરતા રોકવા પડકાર્યો હતો. તેના કારણે સિંહે ઢોરને છોડી યુવરાજ ઉપર હુમલો કર્યો હતો. ત્યારે સામો પડકાર ફેંક્યો હોવાથી સિંહ બાવળની જાડીમાં નાસી ગયો હતો. ત્યારબાદ યુવરાજે તરત મોટા ભાઈને હુમલાની જાણ કરતા તરત સારવાર માટે તેને કોડીનાર હોસ્પિટલ ખસેડાયો હતો.
હજી 2 સિંહ ફરતા હોવાનું ખેડૂતોનું માનવું - આ ઘટનાની જંગલ ખાતાએ ગંભીર નોંધ લીધી હતી. અહીં તેમણે પાંજરા ગોઠવી 2 સિંહોને કેદ કર્યા હતા, પરંતુ હજી પણ આ વિસ્તારમાં વધુ 2 સિંહો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. નોંધનીય છે કે, પંથકના પાંચ પીપળવા, માલગામ, જાત્રખડી, નાનાવાડાંની સીમ વિસ્તારોમાં સિંહ, દિપડા, જંગલીભૂંડ સહિતના વન્યપ્રાણીઓનો ઉપદ્રવ સાથે ત્રાસ હોવાથી ખેડુતો ભય સાથે પરેશાની ભોગવી (Lion Terror in Gir Somnath) રહ્યા છે. ત્યારે વનવિભાગ આવા જાનવરોને પાંજરે પુરે તેવી માગ ઊઠી છે.