ETV Bharat / state

ઊનામાં બાળક પર સિંહે હુમલો કર્યો, સારવાર દરમિયાન મોત - Lion Attack

ગીર સોમનાથનાં ઊના તાલુકાના લુવારી મોલી ગામે 2 વર્ષના બાળક પર સિંહે હુમલો કરવાનો બનાવ સામે આવ્યો હતો. બાળકને તરત જ 108 દ્વારા તાત્કાલિક સારવાર આપી ઊના હોસ્પિટલે ખસેડાયો હતો. જોકે બાળક ધવલનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

ઊનામાં બાળક પર સિંહે હુમલો કર્યો, સારવાર દરમિયાન મોત

author img

By

Published : Nov 26, 2020, 6:07 PM IST

  • ઊનાના લુવારી મોલી ગામે 2 વર્ષના બાળક પર સિંહે કર્યો હુમલો
  • ખેતમજૂર પરિવારનો બાળક રમી રહ્યો હતો ત્યારે સિંહ ત્રાટક્યો
  • પિતાએ બાળકને સિંહના જડબામાંથી છોડાવ્યો
  • જોકે સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું

ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના લુવારી મોલી ગામે ખેત મજૂરી કરતો પરિવાર ખેતરમાં મજૂરીકામ કરી રહ્યો હતો. ત્યારે નજીકમાં રેમનો 2 વર્ષનો દીકરો ધવલ રમતો હતો ત્યારે અચાનક સિંહ આવી ચડ્યો હતો.અને બાળક પર હુમલો કર્યો હતો. બાળકના પિતાએ પોતાના વ્હાલસોયા દીકરાને બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી હતી. આખરે પોતાના દીકરાને સિંહની ઝપેટમાંથી છોડાવ્યો હતો. તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતાં 108નાં કર્મચારીઓએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને બાળક ધવલને ઊના હોસ્પિટલે જીવિત હાલતમાં ખસેડવામાં આવ્યો હતો .જોકે ઘનિષ્ટ સારવાર બાદ પણ બાળકનો જીવ બચાવવામાં ડોક્ટરો અસમર્થ રહ્યાં હતાં અને માસૂન મોતને ભેટ્યો હતો.

ખેતમજૂર પરિવારનો બાળક રમી રહ્યો હતો ત્યારે સિંહ ત્રાટક્યો

વન વિભાગ ઘટનાસ્થળ પર પહોંચ્યો

ઉનાનાં લુવારી મોલી ગામે સિંહે 2 વર્ષના બાળક પર હુમલો કર્યાની માહિતી મળતાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યાં છે અને ઘનિષ્ટ તપાસ હાથ ધરી છે.

108ની કામગીરી વખણાઈ

સમગ્ર ગિર સોમનાથમાં 108 એમ્બ્યુલન્સ દર્દી માટે ચિરંજીવી રૂપ સાબિત થાય છે. આજે સવારે 7.30 વાગ્યે ગીર ગઢડા તાલુકાના લુવારી મોલી ગામે એક બાળક ધવલકુમાર ભીખુ ભાઈ જોલીયા ઉમર 2 વર્ષ ને સિંહ અચાનક આવી અને તેનો પાછળ ના ભાગે પંજો મારી અને જતો રહ્યો હતો ત્યારબાદ સામતેર 108ને ફોન આવેલો.ફરજ પર હાજર ઇએમટી જગદીશભાઈ મકવાણા પાયલોટ હરિભાઈ ડોડીયા ઘટના સ્થળે પહોંચી અને તે દર્દીને 108માં લઈ અને પ્રથમ જરૂરી પ્રાથમિક સારવાર આપી અમદાવાદ હેડ ઓફિસ બેઠેલા ડોક્ટર સાથે વાત કરી અને તેમની સલાહ મુજબ ઓક્સિજન અને ડ્રેસિંગ અને ઈન્જેક્શન આપવામાં આવ્યાં અને બાળક નો જીવ બચાવી બાળકને સારી રીતે ઊના ખાનગી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યુ હતું.

સિંહોના હુમલા વધી જવાનું કારણ શું?

ત્યારે અહીં પ્રશ્ન એ ઉદભવે છે કે ભૂતકાળમાં ક્યારેય સિંહ મનુષ્ય પર હુમલો કરતો નથીં. એમાં પણ બાળક પર તો કદાપિ નહીં.તો છેલ્લા કેટલાક વર્ષોથી આવું શા માટે થાય છે..?શું વસતી વધતા અને ક્રાઈટ એરિયા ઘટતાં સિંહો ગ્રામ્ય પંથકોમાં વારંવાર ચડી આવે છે..!!! જંગલમાં ખોરાક મેળવવા સિંહોને અસુવિધા વધી રહી છે? આ તમામ જવાબ તો વન વિભાગ જ આપી શકે. ત્યારે વન વિભાગ હંમેશાની માફક મૌન ધારણ કરીને બેસી રહે છે. વન વિભાગ ગેરકાયદે લાયન શો અટકાવી શકતું નથી. આરોપીઓ ખુલ્લાં ફરે છે.અને નિર્દોષનો ભોગ લેવાય છે. ત્યારે હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં વન વિભાગ કેવા પગલાં ભરે છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.