ETV Bharat / state

કોડીનારની વિદ્યાર્થિનીઓએ રાષ્ટ્રીય કક્ષાએ રસ્સા ખેંચ સ્પર્ધામાં મેળવ્યો સિલ્વર

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરની મ્યુનિસિપલ ગલ્સ હાઈસ્કુલ વિદ્યાર્થિનીઓએ રાજસ્થાનના નોખા શહેરમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની રસ્સા ખેચ સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ કરીને કોડીનારની સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે.

રસ્સા ખેંચ
રસ્સા ખેંચ
author img

By

Published : Aug 29, 2021, 4:16 PM IST

  • કોડીનારની વિદ્યાર્થિનીઓએ રાષ્ટ્રીય કક્ષાએ મેળવ્યો મેડલ
  • રાષ્ટ્રીય રસાખેચ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો
  • કોડીનારની વિદ્યાર્થિનીઓએ શહેર સાથે રાજ્યનું નામ કર્યું રોશન

ગીર સોમનાથ- કોડીનાર શહેરમાં આવેલી મ્યુનિસિપલ ગલ્સ હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓએ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનુ ઉમદું ઉદાહરણ આપીને રાજસ્થાનમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની અંડર-17 મહિલાઓ માટેની રસ્સા ખેચ સ્પર્ધામાં નોખામાં આયોજિત ફાઇનલ મુકાબલામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. કોડીનારની વિદ્યાર્થીઓએ આ સિદ્ધી મેળવી સોમનાથ જિલ્લાની સાથે ગુજરાત રાજ્યનું નામ પણ રોશન કર્યું છે. વિદ્યાર્થીના ઉત્કૃષ્ટ દેખવાને લઈને શાળાના શિક્ષકો અને સંચાલકોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે.

રસ્સા ખેંચ
રસ્સા ખેંચ

આ પણ વાંચો- ડાંગ: રંભાસ ટીમ ખેલ મહાકુંભ-2019ની રસ્સા ખેંચમાં ઝોન કક્ષાએ વિજેતા

રસ્સા ખેચમાં વિદ્યાર્થિનીઓએ જુસ્સા ભેર ભાગ લઈ સિલ્વર મેડલ મેળવ્યો

ગીર-સોમનાથના કોડીનારની વિદ્યાર્થીનીઓ રમત-ગમત ક્ષેત્રમાં ખૂબ જ જોશભેર ભાગ લઈ રહી છે. અગાઉ પણ કબ્બડી અને વોલીબોલ તેમજ અન્ય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને કોડીનારનું અને ગીર-સોમનાથનું નામ રમત-ગમત ક્ષેત્રમાં રોશન કર્યું છે, ત્યારે આજે રાષ્ટ્રીય કક્ષાની રસ્સા ખેચ સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ જુસ્સા ભેર ભાગ લઈ સિલ્વર મેડલ મેળવ્યો છે. જેને લઇને કોડીનાર તાલુકો વિદ્યાર્થીનીઓની આ અસામાન્ય ઉપલબ્ધીને વધાવી રહ્યો છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીનીઓ વધુ રમતોમાં ભાગ લઈને કોડીનાર તાલુકાનું અને ગીર-સોમનાથ જિલ્લાનું નામ રોશન કરશે તેવો વિશ્વાસ તાલુકાના લોકોએ પણ વ્યક્ત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.