- સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો કાર્તિકી પૂનમનો મેળો રદ્દ કરાયો
- કોરોના સંક્રમણને કારણે આ વર્ષે મેળાનું આયોજન રદ કરવાનો નિર્ણય
- ઇતિહાસમાં ત્રીજી વખત કાર્તિકી પૂનમનો મેળો રદ
સોમનાથઃ સોમનાથ મહાદેવના (Somnath Mahadev)સાનિધ્યમાં આયોજિત થતો આવતો પ્રાચીન અને ધાર્મિક(Ancient and religious) પરંપરા વાળો લોકમેળો જે કાર્તિકી પૂનમના(Karthiki Poonam) દિવસે સોમનાથમાં શરૂ થતો હોય છે અને પાંચ દિવસ ચાલતા હોય છે. આ મેળાને આ વર્ષે પણ કોરોના સંક્રમણને (Corona transition) કારણે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સતત બીજા વર્ષે મેળાને રદ્દ કરવાની ફરજ
સતત બીજા વર્ષે મેળાને રદ્દ કરવાની ફરજ પડી છે અને મેળાનું આયોજન અને વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust)અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ(Administration Gir Somnath) કરતું હોય છે. ત્યારે આ વર્ષે પણ મેળાને રદ્દ કરવાની ફરજ પડી છે અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથની યોજાતો આવતો મેળો ભાતીગળ મેળા તરીકે પણ સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે. અહીં પણ ખુબ મોટી સંખ્યામાં લોકો મેળા મહાલવાની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ આવતા હોય છે.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણ લહેરીએ ઈ ટીવી ભારત સાથેની વાત
સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂનમના મેળાને રદ કરવાને લઈને etv ભારતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણ લહેરી (Trustee of the Trust Praveen Lahiri)સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તેમણે ઈ ટીવી ભારત ને જણાવ્યું હતું કે કુંભ મેળાના આયોજન બાદ જે પ્રકારે સંક્રમણ સતત વધી રહ્યુ હતુ આવી પરિસ્થિતિમાં કોઈ પણ મેળા ના આયોજન કરવાને લઈને રાજ્ય સરકાર મંજૂરી આપતી નથી. આવી પરિસ્થિતિમાં મેળાનું આયોજન કરવું અથવા તો મેળાના આયોજનને મંજુરી સરકાર મંજૂરી આપે તેવી કોઈ પણ શક્યતાઓ વર્તમાન સમયમાં જોવાઈ રહી નથી માટે સતત બીજા વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથમા. આયોજિત નહીં થાય તેવું તેમણે etv ભારત સમક્ષ કરેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
કાર્તિકી પૂનમના મેળાને ત્રીજી વખત રદ કરવાની ફરજ
વર્ષ 1955 થી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂનમના પાંચ દિવસીય ભાતીગળ લોકમેળાનું આયોજન થતું આવ્યું છે. 66 વર્ષના મેળાના ઇતિહાસ દરમિયાન આ વર્ષે મળીને કુલ ત્રણ વખત મેળાને રદ કરવાની ફરજ પડી છે. ભારત અને ચાઇના વચ્ચે થયેલા યુદ્ધના સમયે આ મેળાને રદ કરવો પડ્યો હતો. ત્યારે વર્ષ 2020 અને 2021 દરમિયાન સતત ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને કારણે કાર્તિકી પૂનમના મેળાને રદ કરવાની ફરજ પડી રહી છે મેળાના ઇતિહાસ માં ત્રીજી ઘટના છે કે કોઇ સમસ્યા ઊભી થઈ હોય અને મેળાનું આયોજન રદ કરવું પડ્યું હોય.
આ પણ વાંચોઃ Aryan Khan Drugs Case : કોર્ટે જામીન અરજી પણ સુનાવણી બુધવાર સુધી મુલતવી રાખી
આ પણ વાંચોઃ Police Grade-Pay: પાટણમાં પોલીસ કર્મચારીઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો