ETV Bharat / state

Incident of theft in Talala: તાલાલા ગીરમાં ભૂકંપ આવશે તો ચોર કરશે જાહેરાત

author img

By

Published : Jan 13, 2022, 4:22 PM IST

Updated : Jan 13, 2022, 6:17 PM IST

તાલાલા શહેરમાં પોલીસ સ્ટેશન(Talala Police Station ) નજીક આવેલ સિંચાઇ વિભાગની કચેરીમાં ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ દ્વારા ફીટ કરી મુકવામાં આવેલ રૂ.12 લાખની કિંમતનું ભૂકંપ માપક યંત્ર (Seismometer)તસ્કરો ચોરી કરી ગયા.કડકડતી ઠંડી પડી રહી હોવાથી રાત્રીના સમયે સ્વયંભુ કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે. ત્યારે આ પરિસ્થિતિનો લાભ લેવા તસ્કરો સક્રીય બન્યા હોય તેમ ચોરીના (Incident of theft in Talala ) કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

Incident of theft in Talala: શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઈ ચોર તાલાલા ગીરની સિંચાઇ કચેરીમાંથી ભૂકંપ માપક યંત્ર ચોરી

ગીર સોમનાથ: તાલાલા શહેરમાં પોલીસ સ્ટેશન (Talala Police Station ) નજીક આવેલ સિંચાઇ વિભાગની કચેરીમાં ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ દ્વારા ફીટ કરી મુકવામાં આવેલ રૂ.12 લાખની કિંમતનું ભૂકંપ માપક યંત્ર શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો ચોરી કરી ગયા હતા. આ અંગે ગાંધીનગરથી પ્રોજેકટ સાયન્ટીસ્ટએ. સતીષે તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને શોધવા(Incident of theft in Talala ) તપાસ હાથ ધરી છે. તસ્કરોને કોઈ કામ ન આવે તેવા યંત્ર-મશીનરી ચોરી કર્યાની ઘટના સામે આવતા તાલાલા શહેરમાં ભારે ચકચાર ફેલાયેલ છે.

પોલીસ સ્ટેશન નજીક જ ચોરીની ઘટનાને અંજામ

હાલ થોડા દિવસોથી તાલાલા ગીર સહિત જિલ્લામાં કડકડતી ઠંડી પડી રહી હોવાથી રાત્રીના સમયે સ્વયંભુ કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે. ત્યારે આ પરિસ્થિતિનો લાભ લેવા તસ્કરો સક્રીય બન્યા હોય તેમ ચોરીના(Incident of theft in Talala ) કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવા સમયે તાલાલા શહેરમાં પોલીસ સ્ટેશન(Talala Police Station ) નજીક જ ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ પોલીસ સ્ટાફને ખુલ્લો પડકાર ફેંક્યા છે.

આ પણ વાંચોઃ Ashish Bhatia Corona positive : DGP આશિષ ભાટિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગીર પંથકમાં વારંવાર આવતા ભૂકંપના આંચકા

જે અંગે પ્રાપ્ત વિગત મુજબ ગાંધીનગરથી સાયન્ટીસ્ટએ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ કે, તાલાલા ગીર પંથકમાં વારંવાર આવતા ભૂકંપના આંચકાઓની ગતિવિધિ નોંધવા માટે ગુજરાત સરકારના ડિપાર્ટમેનટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડાયરેકટર જનરલ ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ વિભાગ દ્વારા તાલાલા ગીર શહેર સહિત પંથકમાં ત્રણ સ્થળોએ ભૂકંપ માપક યંત્રો મુકેલ છે. જેમાં તાલાલા શહેરમાં પોલીસ ચોકી નજીક સિંચાઇ વિભાગની કચેરીમાં રૂ.12 ની કિંમતનું ભૂકંપ માપક યંત્ર - મશીનરી ઇન્સ્ટોલ કરી મુકવામાં આવેલ છે. દરમ્યાન બે દિવસ પહેલા રાત્રી દરમ્યાન કડકડતી ઠંડી વચ્ચે સિંચાઈ કચેરીના તાળા તોડી અજાણ્યા તસ્કરો અંદર રહેલા તમામ સાધનો સાથે ભૂકંપ માપક યંત્રનું આખું યુનિટ ચોરી ગયા હતા. આ અંગે બીજા દિવસે જાણમાં આવતા સ્થળ તપાસ કરતા યંત્ર-મશીનરી ચોરી થયાનું સામે આવ્યુ હતુ.

ગાંધીનગર ખાતેના સિસ્મોગ્રાફી સેન્ટર

તાલાલા પંથકમાં ત્રણ યંત્રો કાર્યરત હતા. તાલાલા ગીર પંથકમાં અવિરત ભૂકંપના આંચકા આવે છે. જેથી તાલાલા વિસ્તારમાં ભુસ્તરીય હિલચાલ ઉપર નજર રાખવા માટે સરકારના સંબંધિત વિભાગ દ્વારા તાલાલા શહેર ઉપરાંત પંથકના ચિત્રાવડ ગીર અને હિરણવેલ ગીર ગામમાં ત્રણ સ્થાનો ઉપર અલગ-અલગ ભૂકંપ માપક યંત્રો મુકવામાં આવેલ છે. ગાંધીનગર ખાતેના સિસ્મોગ્રાફી સેન્ટરમાંથી ત્રણેય યંત્રોમાં નોંધાયેલ જમીનના પેટાળની ગતિવિધીની પ્રિન્ટ નિયમીત લઇ તાલાલા વિસ્તારની ભૂસ્તરીય હિલચાલ ઉપર સંશોધન થાય છે. ત્રણ પૈકી તાલાલા ગીર ખાતેના યંત્રની તસ્કરો ઉઠાંતરી કરી જતા તાલાલા પંથકમાં હવે બે યંત્ર કાર્યરત છે.

આ પણ વાંચોઃ Amit Shah In Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આવશે ગુજરાત, પરિવાર સાથે ઉજવશે ઉત્તરાયણ

Last Updated : Jan 13, 2022, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.