ETV Bharat / state

વેરાવળમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસકર્મી સાથે મારામારી કરનારો યુવક ઝડપાયો

author img

By

Published : Apr 23, 2021, 2:19 PM IST

ગીરસોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારીઓ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન ન થાય તે બાબતે ધ્યાન રાખી રહ્યા છે. તો બીજી તરફ વેરાવળમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસે 2 યુવકને પકડ્યા હતા. તે સમયે બંને યુવક પોલીસ કર્મચારીને જાહેરમાં માર માર્યો હતો. જોકે, આ બંનેમાંથી એક યુવકને તો પોલીસે પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય એક યુવક ભાગી ગયો હતો.

  • 'માસ્ક નથી પહેરવું તારાથી થાય એ કરી લે' કહી 2 યુવકે પોલીસ કર્મચારીને માર માર્યો
  • પોલીસે માસ્ક ન પહેરતા 2 યુવકને પકડી માસ્ક ન પહેરવા અંગે પ્રશ્નો પૂછ્યા હતા
  • બંને યુવકે પોલીસ કર્મચારી સાથે મારામારી કરી, પોલીસે 1 યુવકને પકડ્યો, 1 ફરાર
  • પોલીસે બંને યુવક સામે પોલીસ ફરજમાં રૂકાવટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લામાં કેટલાક લોકો માસ્ક વગર ફરી રહ્યા છે અને જો કોઈ માસ્ક પહેરવાનું કહે તો દાદાગીરી કરે છે. આવા જ 2 યુવકને પોલીસે પકડ્યા હતા. પોલીસે સંજય પરબતભાઈ મોરી અને રાજ કપિલભાઈ ઓઝાને માસ્ક ન પહેરવા બદલ પકડ્યા હતા. તો બંને યુવક પોલીસને 'માસ્ક નથી પહેરવું તારાથી થાય એ કરી લે' કહી માર મારવા લાગ્યા હતા. આ સાથે બંને યુવકે પોલીસ કર્મચારીને ધમકી પણ આપી હતી. જોકે, પોલીસે રાજ ઓઝાને પકડી પાડ્યો હતો. જ્યારે સંજય મોરી ભગવામાં સફળ થયો હતો.

આ પણ વાંચોઃ આણંદમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખે કર્યો કરફ્યૂનો ભંગ, રાત્રે 12 વાગે રસ્તા પર ઉજવ્યો જન્મદિવસ

વેરાવળ બસ સ્ટેશન સામે પોલીસે 2 યુવકને માસ્ક ન પહેરવા બદલ પકડ્યા હતા

પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, હેડ કોન્સ્ટેબલ હેમંતસિહ જેસિંગભાઈ જાદવ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વેરાવળ બસ સ્ટેશન સામે ડો. પ્રશ્નાણીની ગલીમાં આવેલા અર્પણ મેડિકલ સ્ટોર પાસે દવા લેવા લોકોની ભારે ભીડ જામી હતી. તે સમયે સ્કૂટર પર 2 યુવકો માસ્ક પહેર્યા વગર આવી રહ્યા હતા. એટલે પોલીસે બંનેને અટકાવી માસ્ક પહેરવાનું કહેતા બંને યુવકે પોલીસને ધમકી આપી હતી. આ સાથે જ આરોપી યુવક સંજય મોરી અને રાજ ઓઝા પોલીસ કર્મચારીને લાફા મારવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ કોરોના ગાઇડલાઇનો ભંગ કરતા 7 લોકોની જૂનાગઢ રેલવે સ્ટેશનથી અટકાયત

પોલીસે ફરાર સંજય મોરીને પકડવાની કાર્યવાહી શરૂ કરી

પોલીસે રાજ કપિલભાઈ ઓઝા (રહે. ગીતા વિદ્યાલય)ને પકડી પાડ્યો હતો. જ્યારે સંજય પરબતભાઈ મોરી (રહે. મહિલા કોલેજ, વેરાવળ) ભાગી જતા પોલીસ તેની તપાસ કરી રહીછે. આ બંને યુવક સામે પોલીસ ફરજમાં રૂકાવટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.