અમદાવાદ: જિલ્લામાં દિનપ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જાય છે. પોલીસ કે કાયદાનો જાણે ડર ન હોય તેમ આવારા અસામાજિક તત્વો બેફામ બનીને આતંક મચાવ્યો છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા તલવારો સાથે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. જ્યારે પોલીસને આ વાતની જાણ કરાઇ હતી. ત્યારે મોડી રાતે 8:08 વાગે પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસે કાયદાનું ભાન કરાવ્યું: આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડયા હતા અને પકડાયેલ આરોપીના હાથમાં દોરડા બાંધીને એક સરઘસ કાઢવામાં આવ્યું હતું. અને પોલીસ દ્વારા એક કડક સંદેશો આપવામાં આવ્યો હતો કે જો તમે કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો એવો એક સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો. અને લોકો માં પણ એક મેસેજ આપવામાં આવ્યો હતો કે અમદાવાદ પોલીસ આવા તત્વોને સાંખી નહીં લે અને કડકમાં સજા કરશે.
લોકોએ લગાવ્યા ગુજરાત પોલીસ જિંદાબાદના નારા: પોલીસે આ કાર્યવાહી કોઈના દબાણમાં આવીને આટલી ઝડપથી કરી એવી એક ચર્ચાનો વિષય પણ બન્યો છે. કારણકે ગુજરાતના મુખ્યમંત્રીનો વિસ્તાર છે અને ક્યાંક સલામત ગુજરાતની વાતો પોકળ સાબિત ના થાય એના માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી આટલી ઝડપ થી કરવામાં આવી છે એવી લોકમુખે ચર્ચા છે. ચારેય આરોપીઓની પોલીસ જાહેરમાં સરભરા કરી હતી ત્યારે લોકોએ પણ પોલીસની કામગીરીની આવકારી હતી અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા.
પોલીસને મેસેજ મળતા આરોપીઓને ઝડપ્યા: પોલીસ કંટ્રોલ રુમમાં મેસેજ મળ્યાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને 4 આરોપીઓની ધરપકડ કરી હતી અને 11 આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુન્હો નોંધ્યો હતો. અમદાવાદમાં રાત્રે બનેલી ઘટના ઉપર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. રાત્રે 7:15 થી 8:15 ની વચ્ચે ચાણક્યપુરીમાં આવેલા શિવમ આર્કેડમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારામારી કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા સામે આવ્યું હતું. રાત્રે 8:08 વાગ્યે જ્યારે સોલા પોલીસને મેસેજ મળ્યો ત્યારે 15મી મિનિટે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સોસાયટીમાં મારામારી કરવાનો આરોપ: અમદાવાદ પોલીસ DCP શિવમ વર્માએ સમગ્ર વિગત આપતા જણાવ્યું હતું કે, ઘટના એમ હતી કે, પંકજ પટેલ નામના મકાન માલિકે પોતાનું મકાન 4 દિવસ પહેલા અર્જુન સોલંકી નામના વ્યક્તિને પ્રતિ દિવસ 700 રૂપિયાના કિંમતે ભાડે આપ્યું હતું. ત્યારે રાત્રે અર્જુન સોલંકી જ્યારે નીચે ઉતર્યો ત્યારે સોસાયટીના ચેરમેનને શંકા જતા એની પૂછપરછ કરી હતી. ત્યારબાદ મામલો ગરમ થતાં અર્જુન સોલંકી દ્વારા તેના કેટલાક મિત્રોને બોલાવવામાં આવ્યા હતા અને સોસાયટીમાં મારામારી કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો કેસ: મારામારી દરમિયાન લુખ્ખાઓ દારૂ પીને આવ્યા હતા અને તલવાર લઈને મારામારી કરી હતી. જેમાં સોસાયટીના લોકો ડરી જતા તેમણે પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં બોલે છે. હાલમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભાડુઆત અર્જુન સોલંકી અને તેની સાથે આરોપી રવિ ઠાકોર, સંજય ઠાકોર અને અક્ષય ઠાકોરને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હજુ કાર્યવાહી ચાલુ છે. જેમાં આ 4 આરોપીનો સાથ આપનારા પરાગ ઠાકોર અને અન્ય 11 વિરુદ્ધ રાયોટિંગ અને હત્યાનો પ્રયાસ કર્યા હોવાનો ગુનો નોંધાયો છે. જોકે હાલમાં કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: