ETV Bharat / state

કોંગ્રેસે કુતિયાણામાં યોજી ખેડૂત રેલી, "ઘેડ વિકાસ નિગમ"' બનાવવાની કરી માંગ - PORBANDAR CONGRESS RALLY

કોંગ્રેસના નેતાઓ પ્રાંત અધિકારીની કચેરીએ જઈ આજે કુતિયાણાના પ્રાંત અધિકારીને ઘેર વિસ્તારના ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર આવેદન આપવા પહોંચ્યા હતા.

કુતિયાણામાં ખેડૂત રેલી
કુતિયાણામાં ખેડૂત રેલી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2024, 4:09 PM IST

પોરબંદરઃ કોંગ્રેસ નેતા અને ખેડૂત આગેવાન પાલ આંબલીયા આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પોરબંદર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરા સહિતના કાર્યકર્તાઓ તથા કોંગ્રેસ આગેવાનોએ રેલી સ્વરૂપે કુતિયાણામાં પ્રાંત અધિકારીની કચેરીએ જઈ કુતિયાણાના પ્રાંત અધિકારીને ઘેડ વિસ્તારના ખેડૂતો ના વિવિધ પ્રશ્ને આવેદન આપ્યું હતું.

ઝેરી કેમિકલ ઘેર વિસ્તાર માટે બરબાદીઃ પાલ આંબલીયાએ ખેડૂતોના અનેક મુદ્દાઓ બાબતે પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેમાં અગાઉ 1992 પહેલા જેમ સરકાર દ્વારા રચિત "ઘેડ વિકાસ સમિતિ" કામ કરતી હતી. તેમ આખા ઘેડ વિસ્તારમાં દર વર્ષની સમસ્યાના સમાધાન માટે રાજ્ય સરકાર દ્વારા "'ઘેડ વિકાસ નિગમ"' બનાવવામાં આવે, ઘેડ વિકાસ નિગમમાં દર વર્ષે અલાયદું ફંડ બજેટમાં ફાળવવામાં આવે. તેના માધ્યમથી ઘેડના આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે તથા ઘેડ વિસ્તારના આ અનેક પ્રશ્નો અલગ અલગ નદીઓના કારણે થાય છે એટલે અમારો આ કાયમીનો પ્રાણ પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં આવે. ચાલુ વર્ષે થયેલા અતિભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં થયેલ પાક નુકસાની, જમીન ધોવાણ સહિતના નુકસાન પેટે SDRF મુજબ નહીં પણ માત્ર ઘેડ વિસ્તાર માટે જ અલગથી 1000 કરોડનું રાહત પેકેજ આપવામાં આવે. (અગાઉ રાજ્ય સરકારે અમરેલીમાં 2015 માં જમીન ધોવાણ પેટે પ્રતિ હેકટર રૂપિયા 60 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા) જેતપુર અને તેની આસપાસના ઔદ્યોગિક વસાહતમાંથી ભાદર - ઊબેણ નદીમાં ઝેરી કેમીકલ ઠાલવવામાં આવે છે, જે આખેઆખા ઘેડ વિસ્તારને બરબાદ કરી રહ્યું છે. બહુ સપસ્ટ માંગ છે કે આ ઝેરી કેમિકલ ભાદર, ઊબેણ નદીમાં ઠાલવવાનું સદંતર બંધ કરવામાં આવે.

તેમણે જણાવ્યું કે, જેતપુરનું ગંદું પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા 'સેવ પોરબંદર સી' સંસ્થાના આગેવાન નૂતનબેન ગોકાણી પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ જેતપુરનું ગંદુ પાણી દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રોકવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં પોરબંદર બંધ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આ ઉપરાંત પોરબંદર સોમનાથ જે નેશનલ હાઇવે બનાવવામાં આવ્યો છે. તે આખેઆખો કોસ્ટલ વિતારમાંથી પસાર થાય છે. આ હાઇવે બનાવતી સંસ્થા NHAI અને ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે તું તું મેં મેંનો ભોગ આખો ઘેડ વિસ્તાર બન્યો છે. કારણ કે, બન્ને વિભાગોએ એકબીજા સાથે સંકલન કરી ઉપરોક્ત બધી જ નદીઓના પાણી નિકાલની જે વ્યવસ્થા ન કરી તેનું પરિણામ એ આવ્યું કે ઓઝાત, ભાદર, મીણસાર નદીનું પાણી આ વખતે પોરબંદરના ઝાંપામાં આવ્યું. સરકાર રોડ બનાવે તેનો વિરોધ નથી પણ આયોજન પૂર્વક બનાવે તેવી અમારી માંગ છે. ઘેળ વિસ્તારના ઓછામાં ઓછા 40 થી 50 ગામ આ વર્ષે સંપર્ક વિહોણા થયા તેમાં મુખ્ય કારણ આ બે વિભાગોના સંકલન વગર તૈયાર કરવામાં આવેલા નેશનલ હાઇવે છે. આ ઉપરાંત પોરબંદરથી મિયાણી સુધીના નેશનલ હાઇવે બનાવવામાં પણ આવી જ ભૂલનો ભોગ હજારો ખેડૂતો બની રહ્યા છે તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત માણાવદર તાલુકાના વેકરી ગામ પાસે ભાદર નદી પરનો જે પાળો તૂટેલો છે. તેના કારણે ભાદર નદીનું 50% પાણી ત્યાંથી બહાર નીકળી જાય છે. જેનો ભોગ ઓછામાં ઓછા 20 થી 30 ગામો બને છે. આ 20 થી 30 ગામો માત્ર સરકારની લાપરવાહીનો ભોગ બની રહ્યા છે. - ઘેડ વિસ્તારના ખેડૂત સંજય રામ ભાટુ

પાલ આંબલિયા એ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં સરેરાશ 180% વરસાદ રાજ્ય સરકારના ચોપડે નોંધાયો છે ત્યારે પોરબંદર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ચાલુ વર્ષે થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. એટલે ખેડૂતો ચાલુ વર્ષનું પાક ધિરાણ ભરવા માટે સક્ષમ ન હોય એ અમારું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

  1. વીરપુરમાં અખિલ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજનું મહાસંમેલન : નવા પ્રમુખ તરીકે જીતુ લાલની વરણી - Lohana Samaj
  2. અમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક : ઘાટલોડિયાના શિવમ એપાર્ટમેન્ટમાં ખુલ્લેઆમ તલવારો ઉડી - Ahmedabad Crime

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.