ETV Bharat / state

તાલાલામાં નાના માલવાહકો લોડીંગ કામગીરી બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા - Violation of RTO policy rules

ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં પ્રાઈવેટ ટ્રાવેલ્સ સંચાલકોએ પ્રવાસીઓને બદલે કેસર કેરીના બોકસનું પરિવહન કરી નાના માલવાહકોની રોજીરોટી ઉપર તરાપ મારી હતી. પોલીસ તથા RTO વિભાગની મીઠી નજર હેઠળ ચાલતી બિનકાયદેસર પ્રવૃતિ બંધ કરાવી તાલાલા પંથકમાં RTO માન્યતા બોલેરો સહિતના 400 માલવાહકોને યોગ્ય ન્યાય આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે.

નાના માલવાહકો લોડીંગ કામગીરી બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા

author img

By

Published : May 16, 2021, 1:17 PM IST

  • તાલાલા પંથકમાં અત્યારે કેસર કેરીની સિઝન પુર બહારમાં ચાલુ
  • સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરોમાં કેરીના હજારો બોક્સ વેચાણ માટે જાય
  • કેસર કેરીની સિઝન પહેલા પાંચથી છ પ્રાઈવેટ ટ્રાવેલ્સ દોડતી, જે બમણી થઇ

ગીર-સોમનાથ : જિલ્લાના નાના માલવાહકો દ્વારા તાલાલા મામલતદાર તથા PSI મારફતે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસવડાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાલાલા પંથકમાં અત્યારે કેસર કેરીની સિઝન પુર બહારમાં ચાલુ છે. તાલાલા પંથકમાંથી દરરોજ હજારો બોક્સ અમદાવાદ, વડોદરા, સુરત સહિત સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરોમાં વેચાણ માટે જાય છે.

કેરીની ફેરીઓ દ્વારા નાના માલવાહકો પરિવારનું જીવન ગુજરાન ચલાવે

તાલાલા પંથકમાં અત્યારે નાની બોલેરો સહિત 400 જેટલા RTO માન્યતા પ્રાપ્ત નાના માલવાહકો માલની હેરાફેરીની કામગીરી કરે છે. કેરીની ફેરીઓ દ્વારા પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. પરંતુ અત્યારે તાલાલા પંથકમાં પેસેન્જ૨ પાસિંગ ધરાવતી ટ્રાવેલ્સની કંપનીની બસો પ્રવાસીઓને બદલે કેસર કેરીના બોક્સનું પરિવહન કરે છે.

આ પણ વાંચો : સુરતમાં નેશનલ હેલ્થ મિસનના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

RTOના નિતી નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન થઇ રહ્યું
આંકોલવાડી ગીરથી તાલાલા ગીર સુધીમાં આવતા તમામ ગામોમાંથીદ૨૨ોજ કેસર કેરીના હજારો બોક્સનું પ્રાઈવેટ ટ્રાવેલ્સમાં પરિવહન થાય છે. જે RTOના નિતી નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન તેમજ તાલાલા પંથકના બોલેરો સહિત નાના 400 જેટલા ગરીબ માલવાહકોની આજીવિકા ઉપર તરાપ મારવા બરાબર છે. ખાનગી ટ્રાવેલ્સમાં કેસર કેરીની હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃતિ તુરંત અટકાવવી જોઈએ.

કેસર કેરીની સિઝન પહેલા માત્ર પાંચથી છ પ્રાઈવેટ ટ્રાવેલ્સ દોડતી
તાલાલા પંથકમાં કેસર કેરીની સિઝન પહેલા માત્ર પાંચથી છ પ્રાઈવેટ ટ્રાવેલ્સ દોડતી હતી. આજે આ સંખ્યા બમણી થઈ ગઈ છે. પરિણામે તાલાલા પંથકના નાના માલવાહકોના ધંધા રોજગાર ઠપ થઈ જતાં ગરીબ અને નાના પરિવારો નોંધારા થઈ ગયા છે. તાલાલા પંથકમાં કેસર કેરીના બોક્સનું પરિવહન નાના માલવાહકોના ભોગે પ્રાઈવેટ ટ્રાવેલ્સ સંચાલકો ગેરકાયદેસ૨ ૨ીતે કરી રહ્યાં છે.

આ પણ વાંચો : સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ ઉપર, વિવિધ 14 માંગો પુરી કરવા કરી રજૂઆત

નાના ગરીબ માલવાહકોની રજૂઆતને કોઈ સાંભળતુ નથી

તાલાલા પોલીસ સહિતના સત્તાવાળા સમક્ષ તે અટકાવી યોગ્ય ન્યાય આપવા માંગણી કરવામાં આવી છે. પરંતુ સ્થાનિક તંત્ર સાથે તમામ લોકોની સાંઠગાંઠ હોય તો નાના ગરીબ માલવાહકોની રજૂઆતને કોઈ સાંભળતુ નથી. જેથી આ અંગે ત્વરીત તપાસ કરી RTO માન્ય નાના માલવાહકોની આજીવિકા જળવાઈ રહે તે માટે તેવી પરિણામલક્ષી કાર્યવાહી કરી યોગ્ય ન્યાય આપવા આવેદનપત્રના અંતમાં માંગણી કરવામાં આવી છે.

નાના માલવાહકો લોડીંગકામગીરી બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા
તાલાલા પંથકમાં કેસર કેરીના બોક્સનું પરિવહન પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસોએ શરૂ કરતા નાના માલવાહકો ધંધા-રોજગાર વગરના થઈ જતા પોલીસ અને RTO સમક્ષ યોગ્ય ન્યાય આપવા માંગણી કરવામાં આવી છે. છતાં નાના માલવાહકોને યોગ્ય ન્યાય આપવા પોલીસ સહિતના સત્તાવાળાઓ કોઈ કાર્યવાહી કરી નહીં જેથી નાના માલવાહકો લોડીંગકામગીરી બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.