- પતિ-બાળકને છોડીને ભાગી પણ પ્રેમી રૂપિયા દાગીના લઈને ભાગ્યો
- પત્નીને ભૂલ સમજાતાં પતિ પાસે પાછા જવા 181ની ટીમને વિનંતી કરી
- 181ની ટીમે મદદ કરી પરિણીતાને પતિનો સહારો અપાવ્યો
આ પણ વાંચોઃ અમદાવાદ: જાણો મહિલાઓ માટેની હેલ્પલાઇન 181 અભયમ કેવી રીતે કરે છે કામ?
વેરાવળઃ વેરાવળ તાલુકાની એક હોટેલમાંથી 181 અભયમની ટીમને એક ફોન આવ્યો હતો. આ મહિલાએ ફોન પર જણાવ્યું હતું કે, મારો પ્રેેમી મને લગ્નની લાલચ આપી હોટેલમાં રાખીને જતો રહ્યો છે. આ સાથે જ મારા પૈસા પણ લઈને જતો રહ્યો છે. આથી ફરજ હાજર 181ની ટીમના કાઉન્સિલર મનીષા ઢોલિયા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ પિયરપક્ષ અને દીકરાના ત્રાસથી કંટાળેલી મહિલાને આજીમાં કુદે તે પહેલા181ની ટીમે બચાવી
181ની ટીમે મહિલાના પતિને સમજાવ્યો હતો
181ની ટીમે મહિલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તેના પ્રેમીએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ સાથે જ તેના દાગીના લઈને પણ ફરાર થઈ ગયો છે. 181ની ટીમ મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અહીંથી મહિલાના પતિને ફોન કરી બોલાવવામાં આવ્યો હતો. મહિલાના પતિએ પત્નીને માફ કરી દીધી હતી અને પોતાના ઘરે પરત લઈ ગયો હતો.