ગીર સોમનાથઃ મહાશિવરાત્રીએ દેશ વિદેશના વિવિધ અખાડાના સાધુ સંતો મહંતો શિવઆરાધનાની શરૂઆત ગીરનારની ગોદમાં બીરાજતા ભવનાથ મહાદેવના સાનિધ્યથી કરે છે અને તેનું સમાપન સોમનાથમાં આવેલ ત્રીવેણી સંગમ તટે આવેલ સ્મશાનઘાટના મહાકાલી મંદીરથી કરે છે. તમામ સાધુસંતો સોમનાથ મહાદેવના દર્શન કરે છે બાદ મહાકાલી મંદિરે તપસીબાપુ સૌ સંતો અતીથી બને છે. વહેલી સવારથી વિવિધ પ્રકારે પુજા યોગ આસન સાથે હરહરના નાદ સાથે સૌ સંતો મહંતો મહાપ્રસાદ લે છે અને તપસી બાપુ તમામને દક્ષિણા આપી સૌ સંતોને ભાવભરી વિદાય આપે છે. બાદ તમામ સંતો દેશભરમાં વિવિધ પ્રાંતોમાં પોતપોતાના આશ્રમોએ જવા માટે સોમનાથથી વિદાયલે છે.
જૂનાગઢ શિવરાત્રી પર દેશ વિદેશના અનેક અખાડાઓના સંતો મહંતો તેમજ તપસ્વીઓ પધારતા હોય શિવરાત્રી બાદ આ સંતો ખાસ સત્તાધાર જાય છે. જ્યાંથી તેઓ સોમનાથ પહોંચે છે અને ત્રીવેણી સંગમ પર સ્મશાન ઘાટ પાસે આવેલ મહાકાલી મંદીરે પહોચે છે. જ્યાં સ્થાનિક મહંત તપસી બાપુ તમામને આવકારી યજમાન બની સૌ ને મહાપ્રસાદભંડારો યોજે છે. સૌ સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે પોતા પાતાના તપસ્યાઓના સ્થળે જવા રવાના થાય છે. આ સંતો મહંતોના દર્શને સોમનાથમાં ભારે ભક્તો પણ ઊમટે છે.