- ગીર સોમનાથના ઉનામાં દેવીપૂજક યુવકની હત્યા
- પરિવારજનોએ યુવકને કમાવવા બાબતે ઠપકો આપ્યો હતો
- યુવકે પરિવારજનો સાથે આ મામલે ઝઘડો પણ કર્યો હતો
- પડોશીએ યુવકને અપશબ્દો ન બોલવા ઠપકો આપ્યો હતો
- પડોશમાં રહેતા બે શખ્સોએ ઘરે આવી યુવકની હત્યા કરી
ગીર સોમનાથઃ આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, ગુંદાળા ગામમાં રહેતા મનુ વીરાભાઈ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે, આ શ્રમિક પરિવાર મજૂરી કરી ગઈકાલે રાત્રે મજૂરીના પૈસા લઇ ઘરે આવ્યા હતા. તે દરમિયાન જેન્તીભાઈના દીકરા સેડો અને અશોકે પૈસા વાપરી નાખ્યા હતા. તેઓ કોઈ પણ પ્રકારનો ધંધો કરતા ન હોવાથી પરિવારજનો સતત તેમને ઠપકો આપતા હતા.
અપશબ્દો બોલવાની ના પાડતા ઝઘડો થયો, હત્યા કરનાર બેની અટક
આ પૈસા જેન્તી વીરાભાઇ સોલંકીના દીકરા સેડો તથા અશોકે પૈસા વાપરી નાખ્યા હતા. તેઓ કોઈ ધંધો કરતા ન હોવાથી તમામ લોકો તેમને ઠપકો આપતા હતા, એટલે યુવક પરિવારજનોને અપશબ્દો બોલતો હતો. તે દરમિયાન પડોશીએ અપશબ્દો ન બોલવા યુવકને જણાવ્યું હતું. પડોશમાં રહેતા અશરફ ઉમર નાયા તેમ જ તેનો સાળો અરમાન હૈદર સંધી આ બંને તેમના ઘરે આવ્યા હતા અને જેન્તીને અપશબ્દો ન બોલવા જણાવ્યું હતું. તે દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થતા અશરફ ઉમરે લોખંડના પાઈપ વડે જેન્તીભાઇ વીરાભાઇ સોલંકીને માથા પર હુમલો કર્યો હતો,જેથી તેનું મોત થયું હતું.
પોલીસે મોડી રાત્રે બે આરોપીની ધરપકડ કરી
જ્યારે અરમાને અશરફ પાસેથી પાઈપ લઇને જેન્તીભાઈને માથામાં ઘા મારી દેતા પરિવારના મનુભાઇ વીરાભાઇ સોલંકી તેમ જ તેની પત્ની કવીતાબેન તેથા પરીવારનો અન્ય સભ્યો આવી પહોંચ્યા હતા. યુવકને તાત્કાલિક ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પંરતુ ત્યાં જ તેનું મોત થયું હતું. પોલીસે હત્યા કરનારા અશરફ અને અરમાનની મોડી રાત્રીના ધરપકડ કરી હતી.