ETV Bharat / state

Gir Somnath Crime News : અસલી ગૃહપ્રધાનનો નકલી PA, જાણો સમગ્ર મામલો - Director of ST Depo

ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો નકલી PA સોમનાથના ઉમરેઠી ગામમાંથી ઝડપાયો છે. પાછલા કેટલાક સમયથી આરોપી સરકારી કર્મચારીને બદલી અને નોકરીના બદલામાં તોડ કરી રહ્યો હતો. ટ્રૂકોલર એપમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીના ફોટા સાથે પોતાની ઓળખ PA દત્તાજી તરીકે આપતો હતો. જેનો આજે સોમનાથ પોલીસે પર્દાફાશ કર્યો છે.

Gir Somnath Crime News : અસલી ગૃહપ્રધાનનો નકલી PA, જાણો સમગ્ર મામલો

author img

By

Published : Jul 15, 2023, 5:52 PM IST

ગીર સોમનાથ : જિલ્લા પોલીસને આજે ખૂબ મોટી સફળતા મળી છે. સરકારી કર્મચારીઓની નોકરી અને બદલી તેમજ નોકરીમાં રાહત અપાવવાને લઈને તોડ કરતો આરોપી ઝડપાયો છે. સોમનાથ જિલ્લાના ઉમરેઠી ગામનો જગદીશ નંદાણીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. જગદીશ પોતે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના PA દતાજી તરીકે ઓળખ આપીને સરકારી નોકરી તેમજ બદલી અને નોકરીમાં રાહત અપાવવાના ફોન કોલ કરતો હતો. આમ લોકો પાસેથી તોડ કરવાના ઇરાદે કારસ્તાન ચલાવી રહ્યો હતો. જેનો આજે સોમનાથ પોલીસે પર્દાફાશ કર્યો છે.

ભેજાબાજનું કારસ્તાન : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ જગદીશ નંદાણીયા પોતે રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના PA દત્તાજી તરીકે ઓળખ આપતો હતો. ઉપરાંત મોબાઈલ ફોનમાં હર્ષ સંઘવીના ફોટા સાથે ગૃહ પ્રધાનના PA એવું સ્ટેટસ પણ રાખતો હતો. આમ આરોપીએ લોકોને છેતરવાનો કીમિયો શરૂ કર્યો હતો. એસ.ટી. ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને કંડકટર કેતન બારડને AC બસમાં નોકરી આપવાને લઈને ભલામણ કરી હતી. તો જામનગર એસ.ટી નિયામકને ડિવિઝનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વાળાને નોકરીમાં રાહત આપવાની ભલામણ કરતો ફોન કર્યો હતો. પોલીસે આખરે આ ઠગને ઝડપી પાડ્યો છે. આરોપી જગદીશ નંદાણીયા સામે ભારતીય દંડ સંહિતાની ધારા 170 મુજબ કેસ રજીસ્ટર કરીને વધુ તપાસ શરૂ કરી છે.

જગદીશ નંદાણીયા પોતે રાજ્યના ગ્રુહ પ્રધાનના PA તરીકે ઓળખ આપી હતી. તેણે વેરાવળ અને જામનગર એસ.ટી. ડિવિઝનના અધિકારીઓને કર્મચારીની બદલી અને તેને અનુકૂળ જગ્યાએ નોકરી આપવાની ભલામણ કરી છેતરપીંડી કરવાનો કારસો રચ્યો હતો.-- વી. કે. ઝાલા (PI, ગીર સોમનાથ લોકલ ક્રાઈમબ્રાન્ચ)

પોલીસ તપાસ : ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં PI તરીકે ફરજ બજાવતા વી. કે. ઝાલાએ આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું છે કે, આ બે કિસ્સા ઉજાગર થતા આરોપીની આજે ધરપકડ કરવામાં આવી છે. પરંતુ પકડાયેલો જગદીશ નંદાણીયાએ અન્ય કોઈ અધિકારી કે કર્મચારીને પોતાની ખોટી ઓળખ આપીને કોઈ લાભ મેળવ્યો છે કે નહીં. તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં સમગ્ર મામલામાં વધુ કેટલાક ભલામણ પત્રો કે નોકરી આપવાની છેતરામણી અને લોભામણી વાતોનો પર્દાફાશ પણ થઈ શકે છે.

  1. Gir Somnath News : સુત્રાપાડામાં ગાયે વટાવી પશુતાની તમામ મર્યાદા, યુવાન પર સતત માથા-શિંગડા વડે કર્યો હિચકારો હુમલો
  2. Gir Somnath Snake Rescue : મોટર કારના એન્જિનમાં છુપાયો અધધ મોટો સાપ, જુઓ વિડીયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.