ETV Bharat / state

ગુજરાત ગૌરવઃ ચર્ચામાં છે સોમનાથ મંદિર, શું અયોધ્યાનું રામ મંદિર સોમનાથ જેવું હશે?

સોમનાથઃ અયોધ્યામાં રામ મંદિરના પક્ષમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશના અનુસાર ગુજરાતના સોમનાથ મંદિરના ટ્રસ્ટની જેમ અયોધ્યામાં પણ ટ્રસ્ટ દ્વારા જ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કેન્દ્વ સરકાર પાસે ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ રચવા માટે કહ્યું છે. હવે આ ટ્રસ્ટમાં સામેલ થનાર ચહેરાને લઇને બધાની નજરો મંડાયેલી છે. હાલ ચર્ચા ચાલી રહી છે કે, જે પ્રકારે 1951માં ગુજરાતમાં ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ બનીને સોમનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તે જ પ્રકારે રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ રચવામાં આવશે. આ ટ્રસ્ટમાં સરકારી પ્રતિનિધિ અને રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા સંગઠનોના લોકો હોઈ શકે છે. તો ચાલો જાણીએ ગુજરાતનું ગૌરવ કહેવાતા સોમનાથ મંદિરના ઈતિહાસ વિશે જાણીએ...

history-of-somnath-temple
author img

By

Published : Nov 12, 2019, 11:06 AM IST

Updated : Nov 12, 2019, 12:12 PM IST

હિન્દૂ સંસ્કૃતિ સૌથી ભવ્ય સંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધરાવે છે. જોવામાં આવે તો ભારતમાં લાખ્ખો મંદિરો છે, પરંતુ તેમાં શીવજી ના 12 જ્યોતિર્લિંગો આગવું મહત્વ ધરાવે છે. જેમાં પણ સૌરાષ્ટ્રમાં બિરાજતું સોમનાથ જ્યોતિર્લિંગ સૌપ્રથમ હોવાથી ભક્તોમાં સોમનાથ મહાદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા છે. માત્ર ભારતમાંથી નહીં દેશ વિદેશમાં રહેતા ભાવિકો સોમનાથ મહાદેવના દર્શને આવે છે, ત્યારે સોમનાથ મંદિરના શિલ્પ અને મહિમાની જેમ જ તેમનો ઇતિહાસ પણ રોચક છે.

કહેવામાં આવે છે કે, દક્ષ પ્રજાપતિએ પોતાની 27 પુત્રીઓના વિવાહ ચંદ્ર સાથે કર્યા હતા. દક્ષ પ્રજાપતિની પુત્રીઓમાં રોહીણી સૌથી સુંદર અને ગુણવાન હતી. ચંદ્ર રોહણી તરફ એટલા આકર્ષાયા કે તેમણે બાકીની પત્નીઓને સમય આપવાનું બંધ કરી દીધું જ્યારે આ વર્તન અસહ્ય થયું ત્યારે ચંદ્રની બાકીની 26 પત્નીઓ એ પોતાના પિતા દક્ષ પ્રજાપતિને પોતાના દુઃખની વાત કરી. પુત્રીઓની પરિસ્થિતિ થી વ્યથિત થઈ ગાયેલા દક્ષ પ્રજાપતિએ ચંદ્ર ને શ્રાપ આપ્યો કે, તું મોહ માં આસક્ત થયો છે. તારું રૂપ તને બહુ વાહલુ છે એટલે જ તું હવે સંપૂર્ણ અંધકાર માજ રહીશ તારો ઉતરોતર ક્ષય થતો જશે. આ શાપથી ચંદ્ર વ્યથિત થઈ ગયો અને તેણે વિનંતી કરી કે મને માફ કરો, પરંતુ દક્ષ પ્રજાપતી એ શ્રાપ પરત ના લીધો.

ચર્ચામાં છે સોમનાથ મંદિર, શું અયોધ્યાનું રામ મંદિર સોમનાથ જેવું હશે?
ચંદ્રની દરેક આશા નિષ્ફળ ગઈ ત્યારે તેણે સૌરાષ્ટ્રના કહેવાતા પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે તપ શરૂ કર્યું. લાંબા સમય સુધી તપ કાર્યા પછી શિવજી ચંદ્ર પર પ્રસન્ન થાય છે ત્યારે ચંદ્ર પોતાના સસરા દક્ષ પ્રજાપતિએ આપેલ શ્રાપમાંથી મુક્તિ આપવા વિનંતી કરી ત્યારે શિવજીએ કહ્યું કે, દક્ષ પ્રજાપતિના શ્રાપથી હું તને સંપૂર્ણ રીતે મુક્ત નહીં કરી શકું, પરંતુ એવું વરદાન આપી શકું કે માસના પહેલા 15 દિવસ તારા રુપમાં વૃદ્ધિ થશે અને શાપના કારણે તારા રૂપમાં 15 દિવસ ઘટાડો આવશે. આજ ઘટનાને આપડે આજે શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષના નામે ઓળખીએ છીએ. શુક્લ પક્ષ એટલે કે સુદ એકમથી પૂનમ સુધીનો ગાળો તથા કૃષ્ણ પક્ષ એટલે વદ એકમથી અમાસ સુધીનો ગાળો.આમ શિવજી એ ચંદ્રને શ્રાપમાં મોટી રાહત આપતા તેમની સ્તુતિ માટે ચંદ્રએ સતયુગમાં પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવનું મંદિર સંપૂર્ણ સુવર્ણથી બંધાવ્યું. ત્યારબાદ હજારો વર્ષો પછી રાવણે સોમનાથ મંદિર ચાંદીનું બનાવેલ હોવાનું મનાય છે. ત્યારબાદ દ્વાપર યુગમાંશ્રી કૃષ્ણએ સોમનાથ મંદિર ચંદન કાષ્ટનું બનાવેલ હોવાનું મનાય છે. જેના લાંબા સમય પછી ગુજરાનના રાજવી ભીમદેવે સોમનાથ મંદિર સુંદર પથ્થરોનું બનાવેલું.
કહેવાય છે કે, સોમનાથ મંદિરની ભવ્યતા અને સમૃદ્ધિની કીર્તિ એટલે ફેલાયેલી હતી કે અફઘાનિસ્તાનમાં રહેનારો લૂંટારું મોહમ્મદ ગઝનવી પોતાની સેના લઈને ઇસ.1000થી 1027 વચ્ચે સોમનાથ પર આક્રમણ કર્યું હતું. ત્યારે સોમનાથ મંદિરની અસ્મિતા માટે લડવામાં હજારો લોકોએ પોતાના જીવની આહુતિ આપી હતી. પરંતુ મોહમ્મદ ગઝનવીની સેના ખૂબ મોટી હતી. જેથી તે જીતી ગયો અને સોમનાથથી લૂંટેલું સોનુ હાથીઓ અને ઘોડા પર લાદવા બાદ પણ વધેલું. એ દર્શાવે છે કે, સોમનાથની સમૃદ્ધિ કેટલી હશે. સોમનાથ મંદિર પર આ એકજ નહીં અનેક વિધર્મી આક્રમણો થયેલા દિલ્હીની મુઘલ સલ્તનત દ્વારા સોમનાથને ધવસ્ત કરવામાં આવેલ ત્યારબાદ ઔરંગઝેબ અને છેલ્લે પોર્ટુગુઝોએ સોમનાથ પર આક્રમણ કરી તેને ખંડિત કારેલુ. પરંતુ આ આક્રમણો સોમનાથના ધાર્મિક માહાત્મ્યને ક્યારેય ખંડિત કરી શક્યા નહી.જ્યારે અંગ્રેજ સત્તામાં હતા ત્યારે સોમનાથ મંદિર ખંડિત અવસ્થામાં હતું,
સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ આવેલા ત્યારે તેમણે અરબી સમુદ્રનું જળ હાથમાં લઇને સંકલ્પ કર્યો કે સોમનાથએ ભારતીય આસ્થાનું પ્રતીક છે, તેનું નિર્માણ કરવામાં આવશે. આ સંકલ્પ બાદ સરદાર પટેલે લોકભાગીદારીથી સોમનાથનું મંદિર બનાવવા આહવાન કર્યું. ગોંડલના રાજવી જામ સાહેબ તથા અન્ય ઘણા મહાનુભાવોના યોગદાનથી 11 મે 1950ના રોજ પ્રવર્તમાન સોમનાથ મંદિરનો શિલાન્યાસ થયો.

આ મંદિરની ઊંચાઈ 155 ફુટ છે. જ્યારે મંદિરની ટોચ પર પ્રસ્થાપિત કાળશનો વજન 10 ટન છે. સોમનાથ મંદિરમાં હોમાત્મક લઘુરુદ્ર, હોમાત્મક અતિરુદ્ર, માર્કંડેય પૂજા, જેવી વિવિધ પૂજા પણ કરી શકાય છે. જે ઓનલાઈન www.somnath.org પર બુક કરી શકાય છે તથા સોમનાથ ટ્રસ્ટના વિવિધ અતિથિગૃહોનું પણ આ વેબ સાઇટમાં બુકિંગ કરી શકાય છે. છેલ્લો દશક સોમનાથ મંદિર માટે ફરીથી સુવર્ણયુગ પ્રસ્થાપિત કરી રહ્યો છે. ભક્તો સોમનાથ મંદિર તરફ અસિમ આસ્થાથી બંધાયેલા છે. સોમનાથ મંદિરને સુરતના એક દાતા દ્વારા 100 કિલોથી વધુ સોનુ અર્પણ કર્યું છે, ત્યારે સોમનાથ ફરીથી સુવર્ણયુગ તરફ પ્રયાણ કરી રહ્યું છે. જે સાબિત કરે છે કે વિધાર્મીઓ મંદિર પર આક્રમણ કરી મંદિર ખંડિત કરી શક્યા હતા, પરંતુ તેઓ સોમનાથની અખંડિતતાને ક્યારેય હાનિ પહોચાડી શક્યા નહોતા.

Intro:હિન્દૂ સંસ્કૃતી સૌથી ભવ્ય સંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધરાવે છે. જોવામાં આવે તો ભારત માં લાખ્ખો મંદિરો છે પરંતુ તેમાં શીવજી ના 12 જ્યોતિર્લિંગો આગવું મહત્વ ધરાવે છે. અને તેમાં પણ સૌરાષ્ટ્ર માં બિરાજતું સોમનાથ જ્યોતિર્લિંગ સૌપ્રથમ હોઈ ભક્તો માં સોમનાથ મહાદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા છે.માત્ર ભારત માંથી નહીં દેશ વિદેશ માં રહેતા ભાવિકો સોમનાથ મહાદેવ ના દર્શને આવે છે. ત્યારે સોમનાથ મંદિર ના શિલ્પ અને મહિમાં ની જેમ જ તેમનો ઇતિહાસ પણ રોચક છે.Body:કહેવામાં આવે છે કે દક્ષ પ્રજાપતિએ પોતાની 27 પુત્રીઓ ના વિવાહ ચંદ્ર સાથે કર્યા હતા. દક્ષ પ્રજાપતિ ની પુત્રીઓ માં રોહીણી સૌ થી સુંદર અને ગુણવાન હતી. ચંદ્ર રોહણી તરફ એટલા આકર્ષાયા કે તેમણે બાકીની પત્નીઓ ને સમય આપવાનું બંધ કરી દીધું જ્યારે આ વર્તન અસહ્ય થયું ત્યારે ચંદ્ર ની બાકીની 26 પત્નીઓ એ પોતાના પિતા દક્ષ પ્રજાપતી ને પોતાના દુઃખ ની વાત કરી. પુત્રીઓ ની પરિસ્થિતિ થી વ્યથિત થઈ ગાયેલા દક્ષ પ્રજાપતિએ ચંદ્ર ને શ્રાપ આપ્યો કે તું મોહ માં આસક્ત થયો છે તારું રૂપ તને બહુ વાહલુ છે એટલે જ તું હવે સંપૂર્ણ અંધકાર માજ રહીશ તારો ઉતરોતર ક્ષય થતો જશે. આ શાપ થી ચંદ્ર વ્યથિત થઈ ગયો અને તેણે વિનંતી કરી કે મને માફ કરો પરંતુ દક્ષ પ્રજાપતી એ શ્રાપ પરત ના લીધો.

ચંદ્ર ની દરેક આશા નિષ્ફળ ગઈ ત્યારે તેણે સૌરાષ્ટ્ર ના કહેવાતા પ્રભાસ ક્ષેત્ર માં ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે તપ શરૂ કર્યું. લાંબા સમય સુધી તપ કાર્યા પછી શિવજી ચંદ્ર પર પ્રસન્ન થાય છે ત્યારે ચંદ્ર પોતાના સસરા દક્ષ પ્રજાપતિ એ આપેલ શ્રાપ માંથી મુક્તિ આપવા વિનંતી કરી ત્યારે શિવજી એ કહ્યું કે દક્ષ પ્રજાપતિ ના શ્રાપ થી હું તને સંપૂર્ણ રીતે મુક્ત નહીં કરી શકું પરંતુ એવું વરદાન આપી શકું કે માસ ના પેહલા 15 દિવસ તારા રુપ માં વૃદ્ધિ થશે.અને શાપ ના કારણે તારા રૂપ માં 15 દિવસ ઘટાડો આવશે. આજ ઘટના ને આપડે આજે શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષ ના નામે ઓળખીએ છે. શુક્લ પક્ષ એટલે કે સુદ એકમ થી પૂનમ સુધી નો ગાળો તથા કૃષ્ણ પક્ષ એટલે વદ એકમ થી અમાસ સુધી નો ગાળો.

આમ શિવજી એ ચંદ્ર ને શ્રાપ માં મોટી રાહત આપતા તેમની સ્તુતિ માટે ચંદ્ર એ સતયુગ માં પ્રભાસ ક્ષેત્ર માં સોમનાથ મહાદેવ નું મંદિર સંપૂર્ણ સુવર્ણ થી બંધાવ્યું. ત્યારબાદ હજારો વર્ષો પછી રાવણે સોમનાથ મંદિર ચાંદી નું બનાવેલ હોવા નું મનાય છે. ત્યારબાદ દ્વાપર યુગ માં શ્રી કૃષ્ણ એ સોમનાથ મંદિર ચંદન કાષ્ટ નું બનાવેલ હોવાનું મનાય છે.જેના લાંબા સમય પછી ગુજરાન ના રાજવી ભીમદેવે સોમનાથ મંદિર સુંદર પથ્થરો નું બનાવેલું.

કહેવાય છે કે સોમનાથ મંદિર ની ભવ્યતા અને સમૃદ્ધિ ની કીર્તિ એટલે ફેલાયેલી હતી કે અફઘાનિસ્તાન માં રહેનારો લૂંટારું મોહમ્મદ ગઝનવી પોતાની સેના લઈને ઇસ.1000 થી 1027 વચ્ચે સોમનાથ પર આક્રમણ કર્યું હતું. ત્યારે સોમનાથ મંદિર ની અસ્મિતા માટે લડવા માં હજારો લોકો એ પોતાના જીવ ની આહુતિ આપેલી. પરંતુ મોહમ્મદ ગઝનવી ની સેના ખૂબ મોટી હતી જેથી તે જીતી ગયો અને સોમનાથ થી લૂંટેલું સોનુ હાથીઓ અને ઘોડા પર લાદવા બાદ પણ વધેલું. એ દર્શાવે છે કે સોમનાથ ની સમૃદ્ધિ કેટલી હશે. સોમનાથ મંદિર પર આ એકજ નહીં અનેક વિધર્મી આક્રમણો થયેલા દિલ્હી ની મુઘલ સલ્તનત દ્વારા સોમનાથ ને ધવસ્ત કરવામાં આવેલ ત્યારબાદ ઔરંગઝેબ અને છેલ્લે પોર્ટુગુઝો એ સોમનાથ પર આક્રમણ કરી તેને ખંડિત કારેલુ. પરંતુ આ આક્રમણો સોમનાથ ના ધાર્મિક માહાત્મ્ય ને ક્યારેય ખંડિત કરી શક્યા નહી.

જ્યારે અંગ્રેજ સત્તા માં હતા ત્યારે સોમનાથ મંદિર ખંડિત અવસ્થા માં હતું , સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ આવેલા ત્યારે તેમણે અરબી સમુદ્ર નું જળ હાથ માં લઇ ને સંકલ્પ કર્યો કે સોમનાથ એ ભારતીય આસ્થા નું પ્રતીક છે તેનું નિર્માણ કરવામાં આવશે. આ સંકલ્પ બાદ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ અણગમો જાહેર કરતા સરદાર પટેલે લોકભાગીદારી થી સોમનાથ નું મંદિર બનાવવા આહવાન કારેલ. ગોંડલ ના રાજવી જામ સાહેબ તથા અન્ય ઘણા મહાનુભાવો ના યોગદાન થી 11 મે 1950 ના રોજ પ્રવર્તમાન સોમનાથ મંદિર નો શિલાન્યાસ થયેલ.
આ મંદિર ની ઊંચાઈ 155 ફુટ છે. જ્યારે મંદિર ની ટોચ પર પ્રસ્થાપિત કાળશ નો વજન 10 ટન છે.સોમનાથ મંદિર માં હોમાત્મક લઘુરુદ્ર,હોમાત્મક અતિરુદ્ર,માર્કંડેય પૂજા,જેવી વિવિધ પૂજા પણ કરી શકાય છે. જે ઓનલાઈન www.somnath.org પર બુક કરી શકાય છે તથા સોમનાથ ટ્રસ્ટ ના વિવિધ અતિથિગૃહો નું પણ આ વેબ સાઇટ માં બુકિંગ કરી શકાય છે.Conclusion:છેલ્લો દશક સોમનાથ મંદિર માટે ફરી થી સુવર્ણયુગ પ્રસ્થાપિત કરી રહ્યો છે. ભક્તો સોમનાથ મંદિર તરફ અસિમ આસ્થા થી બંધાયેલા છે. સોમનાથ મંદિર ને સુરત ના એક દાતા દ્વારા 100 કિલો થી વધુ સોનુ અર્પણ કર્યું છે.ત્યારે સોમનાથ ફરી થી સુવર્ણયુગ તરફ પ્રયાણ કરી રહ્યું છે. જે સાબિત કરે છે કે વિધાર્મીઓ મંદિર પર આક્રમણ કરી મંદિર ખંડિત કરી શક્યા હતા પરંતુ તેઓ સોમનાથ ની અખંડિતતા ને ક્યારેય હાનિ પોહચાડી નહોતા શક્યા.

કલ્પેશ ભાઈ દ્વારા ડ્રોન શોટ્સ અને ઇતિહાસ વિશે સ્ટોરી મંગાવવામાં આવેલ.
Last Updated : Nov 12, 2019, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.