ગીર સોમનાથઃ જિલ્લામાં કોરોનાના કુલ 45 કેસ થયા છે. જેને વધતા અટકાવવા માટે ગીર સોમનાથમાં અન્ય રાજ્યમાંથી પ્રવેશ કરનારા 2569 લોકોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા કોવિડ-19 અંતર્ગત જિલ્લામાંથી પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા અને જિલ્લામાં ફસાયેલા લોકોને પરત લાવવા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના અન્ય રાજ્યોમાં ફસાયેલા કામકરતા 2569 લોકો વતન પરત ફર્યા હતાં.
જેમાં આંધ્રપ્રદેશથી 7, આસામથી 10, છત્તીસગઢથી 15, ઓડિશાથી 3, દાદરાનગર હવેલીથી 41, દમણ અને દીવથી 17, પંજાબથી 5, કર્ણાટકથી 65, રાજસ્થાનથી 132, મધ્યપ્રદેશથી 54, ઉત્તરપ્રદેશથી 63, મહારાષ્ટ્રથી 2087, દિલ્હીથી 13, હિમાચલ પ્રદેશથી 3, પશ્ચીમ બંગાળથી 2, ઉત્તરાખંડથી 10, કેરાલાથી 4, તેલંગણાથી 38 એમ કુલ 2569 લોકોના આરોગ્યની તપાસ કરી હોમકવોરેન્ટાઇન કરેલા છે. જિલ્લામાં હાલ 45 કેસ માંથી 23 વ્યક્તિ સ્વસ્થ થયા છે. જ્યારે હજુ 22 કેસ એક્ટિવ છે. ત્યારે તંત્રની સફળતા ગણી શકાય કે હજુ સુધી જિલ્લામાં કોરોનાને કારણે એકપણ મૃત્યુ નથી થયું.