જૂનાગઢ આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)યોજાવા જઇ રહી છે. ત્યારે પાછલા બે દસકાથી કોંગ્રેસનો ગઢ ગણાતી ઊના વિધાનસભા બેઠક ( Una Assembly Seat)પર આ વખતે ત્રિપાંખિયા જંગની શક્યતાઓ છે. કોંગ્રેસ તેનો ગઢ બચાવવા માટે ચૂંટણી જંગમાં હશે. તો બીજી તરફ ભાજપ કોંગ્રેસના ગઢના કાંગરા ખરવા માટે તનતોડ મહેનત કરશે. આમ આદમી પાર્ટી પણ ઊના વિધાનસભામાં કાઠું કાઢવા માટે મહેનત કરી રહી છે.
ઊના વિધાનસભા બેઠક ડેમોગ્રાફી ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પૈકી ઊના વિધાનસભા બેઠક ( Una Assembly Seat)પર કોળી મતદારો દબદબો ધરાવે છે. કુલ 02,40,081 મતદારો નોંધાયેલા છે. જે પૈકી 01,24,649 પુરુષ અને 01,16,432 મહિલા મતદારો નોંધાયા છે. આ તમામ મતદારોનું જ્ઞાતિગત વિશ્લેષણ કરીએ તો આ બેઠક પર કોળી મતદારોની સંખ્યા 93,000ની આસપાસ જોવા મળે છે. લેઉવા પટેલ 25,000 દલિત મતદારોની સંખ્યા 18,000ની આસપાસ લઘુમતી મતદારો પણ આ બેઠક પર પાટીદાર મતદારોની સમકક્ષ જોવા મળે છે. જેની સંખ્યા પણ 25,000ની આસપાસ થવા જાય છે. તો આહીર 17,000 દરબાર 14,000 પ્રજાપતિ 12,000 બ્રાહ્મણ 8,000 લોહાણા 1500થી 2000 સાધુ સમાજના મત 9,000 આસપાસ જોવા મળે છે. તો કારડીયા રાજપૂત સમાજના મતદારો પણ 5,000ની આસપાસ નોંધાયેલા છે.સાથે સાથે વિધાનસભામાં માલધારી મતદારોની સંખ્યા પણ 04,000ની આસપાસ જોવા મળે છે. સિંધી મતદારો પણ 2,000ની સંખ્યામાં ઊના વિધાનસભા બેઠક ( Assembly seat of Una ) માં જોવા મળે છે.
અગાઉની ચૂંટણીનું પરિણામ ઊના વિધાનસભા બેઠક ( Una Assembly Seat)પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં કોંગ્રેસના પૂંજા વંશ (Punja Vansh Seat ) વિજયી બન્યાં હતાં. પૂંજા વંશને મળેલા મત 72,775 હતાં જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર હરીભાઇ સોલંકી ( Haribhai Solanki Seat ) ને 67,841 મત મળ્યાં હતાં.
ઊના વિધાનસભા પર ત્રિપાંખિયો જંગ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કોંગ્રેસના ગઢ સમાન ઊના વિધાનસભા બેઠક ( Una Assembly Seat)પર પણ ત્રિપાંખિયો જંગ ચોક્કસ જોવા મળશે. આમ આદમી પાર્ટીએ હજી ઊના બેઠકના ઉમેદવારને લઈને પોતાના પત્તાં બંધ રાખ્યા છે પરંતુ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસના દાવેદારો અને ઉમેદવારોના નામ પરથી સસ્પેન્સ હટી જશે. ઊના વિધાનસભા બેઠક પર ત્રિપક્ષીય જંગના મુરતિયાઓ સામે આવશે. પરંતુ કોંગ્રેસના ગઢ સમાન ઊના બેઠક પર જીત મેળવવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી સહિત તમામ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવવું પડશે તે પણ નક્કી છે.
ઊના વિધાનસભા બેઠકની ખાસિયત ગીર-સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પૈકી ઊના વિધાનસભા બેઠક ( Una Assembly Seat)પાછલા બે દસકા કરતાં વધુ સમયથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીંથી સતત કોળી આગેવાન પૂંજા વંશ ધારાસભ્ય બનતા આવ્યા છે. ઊના વિધાનસભા બેઠક દરિયાકાંઠાની બેઠક છે ત્યારે માછીમારી અને ત્યારબાદ ખેતીમાં રોજગારી લોકો મેળવી રહ્યા છે. દરિયાઇ વિસ્તાર હોવાથી ઘણી વાર ભારે પવન અને વાવાઝોડાંની સ્થિતિમાં અહીંના લોકો સપડાય છે. આ વિસ્તારમાં પહેલાં શેરડીના સારા પાકને લઇ સુગર મિલો પણ હતી. આ વિસ્તારમાં નાળિયેરની ખેતી પણ જોવા મળે છે.
ઊના વિધાનસભા બેઠકની માગ ઊના વિસ્તાર સંઘપ્રદેશ દીવની એકદમ નજીક હોવા છતાં પણ ઊના વિધાનસભા બેઠકમાં ( Una Assembly Seat) ટુરીઝમ વિકાસ નથી તેને લઇને લોકોની અપેક્ષા છે કે ટુરીઝમ વિકાસ થાય. ખેડૂતોને કૃષિ પેદાશોમાં સારા ભાવ જોઇએ છે તેમ જ માછીમારોને ડીઝલની સબસિડીનો પ્રશ્ન છે.વાવાઝોડાની સ્થિતિમાં ખેતીને જે નુકસાન થતું હોય છે તેનું વળતર ઝડપથી ચૂકવવાની માગણી ઊભીને ઊભી જ રહે છે. પહેલાંની જેમ અહીં સુગર ફેકટરી ફરી શરુ થાય તેવી પણ લોકોની માગણી છે, આ વિસ્તારને ફરી નવપલ્લિત કરવા માટે સુગર ફેક્ટરી શરૂ થાય તેમ જ નારિયેળને લઈને કોઈ ઉદ્યોગો આ વિસ્તારમાં નાખવામાં આવે તો સ્થાનિક રોજગારીની સમસ્યા છે તેમાંથી બહાર નીકળવાનો કોઈ નવો માર્ગ મળી શકે તેમ છે.