- વેરાવળમાં શુક્રવારની મધ્ય રાત્રીના ચોક્કસ સમુદાયના તોફાની ટોળા દ્વારા મચાવ્યો આતંક
- સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત પર હુમલા સમયે અટકાવવા જતા પોલીસ કર્મચારી પર પણ છરી વડે હુમલો
- પોલીસે 25 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી
વેરાવળ: શુક્રવારની મધ્ય રાત્રીના ચોક્કસ સમુદાયના તોફાની ટોળા દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં (CIVIL HOSPITAL ) ખસેડવામાં આવ્યા હતા. હુમલો કરતા તેને અટકાવવા જતા પોલીસ કર્મચારી પર પણ છરી વડે હુમલો કરાયો હતો. જેથી પોલીસ કર્મચારી સહિત પાંચને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં એકને જૂનાગઢ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે 7 શખ્સોના નામ સાથે 25 આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી બનાવના ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 6ની અટકાયત કરીને બનાવ સ્થળ અને હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ઇજાગ્રસ્ત બંન્ને યુવકોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, વેરાવળ શહેરમાં સર્કિટ હાઉસ નજીક મફતીયાપરા વિસ્તારમાં શુક્રવારની મધ્ય રાત્રીના બે હિન્દુ યુવકોને ચોક્કસ સમુદાયના યુવકો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને આ સમયે પોલીસ સમયસર પહોંચી જતા મામલો થાળે પાડીને ઇજાગ્રસ્ત બંન્ને યુવકોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરી ચોક્કસ સમુદાયના ટોળાએ હોસ્પિટલમાં આવી હુમલો કર્યો હતો. આ સમયે અટકાવવા જતા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઇ પર પણ છરી વડે હૂમલો કરવામાં આવતા સમગ્ર બનાવમાં પોલીસ કર્મચારી તથા વિજયભાઇ માલમડી, રાજુભાઇ ચુડાસમા, જતીન બાપુ અને વીકી બામણીયાને ઇજા પહોંચી અને તમામને હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કામરેજમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હોટલમાં ઘૂસી માલિકને માર મારી લૂંટ ચલાવી
પોલીસે 25ના ટોળા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ બનાવમાં બે કલાક સુધી મફતીયાપરા વિસ્તાર અને સિવિલ હોસ્પીટલમાં (CIVIL HOSPITAL ) બઘડાટી બોલેલી હોવાની વિગતો સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, LCB, SOG સહિતના લોકો આવી પહોંચ્યા હતા. પોલીસે ઇજાગ્રસ્ત વિકી હરસુખભાઇ બામણીયા ઉ.વ.21ની ફરિયાદને આધારે શાહરૂખ કાળુશા, ફેઝલ કાળુશા, જાવીદ હગરો, અજરૂદીન, અલ્તાફ અબાડો, મોહસીન છુરી, તોસીફ કાટો સહિત 25ના ટોળા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
SPએ પોલીસ કાફલા સાથે બનાવ સ્થળની વિઝિટ કરી
આ બનાવના પગલે ઇન્ચાર્જ SP રવિ તેજા વાસમ શેટ્ટી વેરાવળ દોડી આવ્યા હતા અને SPએ પોલીસ કાફલા સાથે બનાવ સ્થળની વિઝિટ કરી હતી. બાદમાં સ્થાનિક પોલીસ અધિકારીઓને બઘડાટી બોલાવનારા આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા સ્થાનિક પોલીસ અધિકારીઓને કડક તાકિદ કરી હતી. આ અંગે SPએ જણાવ્યું હતું કે, બનાવની ગંભીરતાને ધ્યાને લઇને 15 જેટલા પોલીસ અધિકારીઓ સાથે 200 જેટલા પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ બનાવના ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 6 શખ્સોની સાંજ સુધીમાં અટકાયત કરીને કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: આણંદમાં આતંક મચાવનાર ચડ્ડી બનીયાન ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
PI ડી. ડી. પરમારે ધુ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા
વેરાવળ સરકારી હોસ્પિટલમાં ફરજ પર રહેલા પોલીસ કોન્સ્ટેબલ પર પણ છરી વડે હુમલો કરી સોનાના ચેનની લૂંટ થતા પોલીસે ફરજમાં રૂકાવટ, લૂંટ, હત્યાની કોશિશ સહિતની કલમો અન્યવે ગુનો નોંધેલો છે અને વધુ તપાસ PI ડી. ડી. પરમારે હાથ ધરી વધુ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.